Surendranagar: ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનું નિધન, PM મોદીએ પ્રગટ કર્યો શોક
Surendranagar: પીઢ ફોટો જર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું નિધન થયું છે. તેઓ 96 વર્ષના હતા. તેમનું તેમની પુત્રી કાનન જોશીના ઘરે વય-સંબંધિત બીમારીને કારણે નિધન થયું હતું.
સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની, ઝવેરીલાલે 1970ના દાયકાથી ગુજરાત સમાચાર સાથે ચીફ ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કર્યું હતું. તેમની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધી હતી. કિશોર કુમાર જેવી સ્ટાઈલિંગ માટે જાણીતા, ઝવેરીલાલ માત્ર તેમના ફોટોગ્રાફ માટે જ નહીં, પણ ફોટો લાઈન્સ માટે પણ વખાણવામાં આવ્યા હતા, જેમાં તેઓ ઈમેજ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા હતા.
સૌથી વધુ વેચાતા ગુજરાતી દૈનિક ગુજરાત સમાચારના પહેલા પાના પર ઝવેરીલાલની હજારો તસવીરો ચાર કોલમ સાઈઝમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
ઝવેરીલાલને રાજ્ય કક્ષાના અસંખ્ય પુરસ્કારો મળ્યા હતા, પરંતુ તત્કાલિન રાષ્ટ્રપતિના હાથે 2018માં રાષ્ટ્રીય સન્માન પદ્મશ્રીનું સમ્માન પણ મળ્યું હતું. છેલ્લી સદીના ઉત્તરાર્ધના દાયકાઓમાં ઝવેરીલાલની લોકપ્રિયતા અને સેલિબ્રિટીના દરજ્જાને જોતા, કારકિર્દી તરીકે ફોટો જર્નાલિઝમના માર્ગે અસંખ્ય યુવાનો જોડાયા હતા. ઝવેરીલાલના નિધનથી ગુજરાતી ફોટો જર્નાલિઝમના એક યુગનો અંત આવ્યો છે.
ઝવેરીલાલ મહેતાને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર ખૂબ જ દુઃખદ છે.
ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે.
— Narendra Modi (@narendramodi) November 27, 2023
અખબાર જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે.
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...
ૐ શાંતિ...!! pic.twitter.com/F1HvhfG5u8












Click it and Unblock the Notifications
