For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં વંદે ભારત ટ્રેનનો થયો અકસ્માત, ભેંસોના ઝુંડ સાથે ટકરાઇ ટ્રેન

થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. ગાંધીનગરથી મુંબઇ સુધી દોડતી વંદે ભારત ટ્રેન આજે અકસ્માતનો શિકાર બની છે. મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એ

|
Google Oneindia Gujarati News

થોડા દિવસો પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. ગાંધીનગરથી મુંબઇ સુધી દોડતી વંદે ભારત ટ્રેન આજે અકસ્માતનો શિકાર બની છે. મુંબઈ સેન્ટ્રલ અને ગાંધીનગર વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ આજે ભેંસોના ટોળાની સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં ટ્રેનને નુકસાન થયું હતું. આ ટક્કરથી ટ્રેનના આગળના ભાગને ઘણું નુકસાન થયું હતું. મુંબઈથી અમદાવાદ આવતી વખતે રેલવે સ્ટેશન નજીક વટવા અને મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ટોળા સાથે તે અથડાઈ હતી. આ ઘટના સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી.

Vande Bharat

આ અકસ્માતને કારણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો હતો. જેના કારણે ટ્રેન લાંબા સમય સુધી રોકાઈ હતી. આ બાદ ટ્રેનને સવારે સાડા અગિયાર આસપાસ ફરી શરૂ કરવામાં આવી છે.

રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટનામાં ટ્રેનના આગળના ભાગને મામૂલી નુકસાન થયું છે. ટ્રેનના સંચાલન પર કોઈ અસર નથી. ટ્રેન તેના નિર્ધારિત સમય પર ચાલી રહી છે. શર્માએ કહ્યું કે ટ્રેનના તૂટેલા આગળના ભાગને રિપેર કરવામાં આવશે. ટ્રેન સમયસર ચલાવવામાં આવશે. અકસ્માત બાદ ટ્રેનને 20 મિનિટ સુધી રોકવી પડી હતી. હાલમાં ટ્રેનને રીપેર કરીને મોકલવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગેરાતપુર-વટાવા સ્ટેશન વચ્ચે ટ્રેક પર અચાનક 3-4 ભેંસો આવી ગઈ હતી. જેના કારણે ટ્રેનના આગળના ભાગને થોડું નુકસાન થયું હતું. જોકે, ટ્રેનમાં કોઈ સમસ્યા ન હતી. રેલ્વે અધિકારીઓનું કહેવું છે કે ગુજરાતમાં ગાય અને ભેંસને પાળતા લોકો વંદે ભારતના સમયપત્રકથી વાકેફ નથી. આ જ કારણ છે કે ભેંસોનું ટોળું પાટા પર આવી ગયું હતુ.

રેલવે વતી આજુબાજુના ગામોના લોકોને ટ્રેકની આસપાસ ઢોરને ખુલ્લામાં ન છોડવા સમજાવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનિય છેકે દેશની આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે. અગાઉ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી અને નવી દિલ્હી અને માતા વૈષ્ણો દેવી કટરા વચ્ચે દોડતી હતી.

English summary
Vande Bharat train accident in Ahmedabad, the train collided with a herd of buffaloes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X