આવતીકાલથી થશે વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2024નો પ્રારંભ, જાણો શું છે ખાસિયત?
Vibrant Navratri Festival 2024: ગુજરાતને જેને ગ્લોબલ ઓળખ અપાવી છે તેવા ગરબાના ઉત્સવને ઘામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે.
આ વર્ષે અમદાવાદના GMDC ખાતેથી તારીખ ૦૩ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2024નું શુભારંભ કરાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંધવી પણ ઉપસ્થિત રહેશે.
વર્ષ 2022માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા GMDC અમદાવાદ, ખાતે આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજિત 11.52 લાખથી વધુ નાગરિકોએ મુલાકાત લીધી હતી.

જ્યારે વર્ષ 2023માં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા GMDC, અમદાવાદ ખાતે આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં અંદાજિત 12.71 લાખથી વધુ નાગરિકોએ મહોત્સવ સ્થળની મુલાકાત લીધી હતી.
એટલે કે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં છેલ્લા બે વર્ષમાં મુલાકાતીઓની સંખ્યામાં અંદાજિત 11 ટકાનો વધારો જોવા મળ્યો હતો, તેમ પ્રવાસન વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
વધુમાં આ વર્ષે વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ 2024ના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન જય માં આદ્યાશક્તિની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે.
આ ઉપરાંત તારીખ 4 થી 11 ઓક્ટોબર દરમિયાન રાત્રે 9 વાગ્યાથી 11.45 કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે.
GMDC ખાતે રાત્રે 11.45 કલાકે મહા આરતી યોજાશે. વાઈબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે, જેની નાગરિકોને મુલાકાત લેવા પ્રવાસન નિગમની યાદીમાં જણાવાયું છે.
Let’s celebrate the world’s longest dance festival - NAVRATRI as Gujarat Tourism brings to you Vibrant Navratri 2024. Starting from 3rd to 11th October the event will be inaugurated by Shri Amitbhai Shah, Hon’ble Union Minister, GoI, in the distinguished presence of Hon’ble CM… pic.twitter.com/wslESS7vuC
— Gujarat Tourism (@GujaratTourism) September 29, 2024
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
