ડાંગની સરિતા ગાયકવાડે રિલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવી વધાર્યું ભારત અને ગુજરાતનું ગૌરવ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાતના ડાંગ જિલ્લાની સરિતા ગાયકવાડે ઇન્ડોનેશિયામાં ૪૦૦ મીટર રીલે દોડમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ગુજરાત તથા ભારતનું ગૌરવ વધાર્યું છે. તારીથ ૧૧થી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન ઇન્ડોનેશિયાના જાકાર્તામાં આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઇવેન્ટ કોમ્પિટિશનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડાંગ જિલ્લાના સરહદી ગામ કરાડી આંબાના શ્રમિક પરિવારની દીકરીએ આ સિદ્ધી પ્રાપ્ત કરતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. કુમારી સરિતા ગાયકવાડનો આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ છે રીલે દોડની શ્રેણીમાં સરિતા ગાયકવાડે બેસ્ટ ટાઇમિંગ માટે પણ રેકોર્ડ નોંધાવ્યો છે.

sarita gayakwad

પિતા ખેત મજૂર અને એક નાની બહેન ઘરકામ મદદરૂપ બનતી આ પરિવારની દીકરી સરિતાએ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને સમાજની સાથે સાથે જોડાયેલા તમામનું નામ રોશન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોલેજમાં પ્રવેશ બાદ સરિતાએ યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ વર્ષમાં જ ગોલ્ડ મેડલ જીત્યો હતો. જેથી તે સ્ટેટ લેવલે સિલેક્ટ થઈ હતી. ત્યારબાદ કર્ણાટકમાં ઓલ ઈન્ડિયા વિમેન્સ એથ્લેટિક્સમાં બીજા ક્રમે આવી હતી. જેથી સરિતાનું નેશનલ એથ્લેટિક એકેડમી લુધિયાણા-પંજાબમાં એડમિશન થયું હતું. અને નેશનલ પ્લેયર બની હતી. ત્યારબાદ સરિતાએ ઓલ્મ્પિકની તૈયારી શરૂ કરી દીધી હતી. છેલ્લા ત્રણ વર્ષમાં નેશનલ લેવલે ત્રણ મેડલ જીત્યા છે.

English summary
Gujarat Tribal Girl Sarita Gaikwad won Gold medal in Relay race.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.