For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોણા બે લાખનું નમો મંદિર માત્ર મોદીના એક ટ્વિટથી થયું ભસ્મીભૂત!

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 13 ફેબ્રુઆરી: બે દિવસ પહેલા મીડિયા જગતમાં એવા સમાચાર વહેતા થયા હતા કે રાજકોટના એક ગામમાં નરેન્દ્ર મોદીનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં નરેન્દ્ર મોદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને ભક્તો તેમની પૂજા-આરતી કરીને બે હાથ જોડીને તેમના દર્શન કરે છે. આ સમાચાર મોદીના કાને પડ્યા અને મોદીના માત્ર એક ટ્વિટથી આ મંદિર હતું ન હતું થઇ ગયું.

રાજકોટમાં નરેન્દ્ર મોદીનું આ મંદિર તો છેલ્લા ત્રણ વર્ષથી અસ્તિત્વમાં હતું, પરંતુ અત્યાર સુધી અહીં નરેન્દ્ર મોદીની તસવીર રાખીને તેમની પૂજા કરવામાં આવતી હતી. બાદમાં લોકોએ ભેગા મળીને દાન એકત્રિત કરીને મોદીનું ભવ્ય મંદિર બનાવી નાખ્યું. જેનો કૂલ ખર્ચ 1.7 લાખ રૂપિયા આવ્યો. મંદિરમાં મોદીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી.

આ સમાચાર મીડિયામાં આવ્યા, મોદી વિરોધીયોએ આ મુદ્દે નરેન્દ્ર મોદીની જોરદાર ટીકા કરી, સોશિયલ મીડિયા પર જાત-ભાતની કોમેન્ટ દ્વારા મોદીની મજાક ઉડાવવામાં આવી. આવા સમાચાર જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાને પડ્યા તો તેમણે પણ આ મંદિર પ્રત્યે પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું. મોદીએ કહ્યું કે જો તમે તમારી શક્તિ અને સંસાધન સ્વચ્છ ભારત અભિયાનમાં લગાવ્યા હોત તો મને વધારે ખુશી થાત. બસ પછી શું, મોદીના એક ટ્વિટથી મંદિર તોડી પડાયું. ત્રણની મોદીની ભક્તિ, ત્રણ દિવસમાં પ્રચલિત બનેલું મંદિર માત્ર ત્રણ જ મિનિટમાં ભૂતકાળ થઇ ગયું.

મોદીએ કર્યું ટ્વિટ
આજે સવારે મોદીએ ટ્વિટર પર લખ્યું કે હું મારું મંદિર બનવાના સમચારથી ઘણો હેરાન છું. આ સંસ્કૃતિને વિરુદ્ધ છે અને તેનાથી સારું એ થતું કે તે લોકોએ પોતાનો સમય અને સંસાધન 'સ્વચ્છ ભારત અભિયાન'માં લગાવતા. હું લોકોને નિવેદન કરુ છું કે પ્લીઝ એવું ના કરો.

1.7 લાખ રૂપિયાના ખર્ચથી બન્યું હતું મંદિર
આપને જણાવી દઇએ કે ગુજરાતના રાજકોટ શહેરના એક ગામમાં વડાપ્રધાન મોદીનું મંદિર બનાવવામાં આવ્યું હતું, પહેલા અત્રે માત્ર મોદીનો એક ફોટો હતો જેના સ્થાને હવે મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર બનાવવામાં 1.7 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો હતો. મોદીના આ મંદિરને બનવામાં ત્રણ વર્ષ થયા અને તેને તૂટવામાં માત્ર ત્રણ મિનિટ લાગી.

શું મોદીનું મંદિર બનાવવું યોગ્ય હતુ?
ના. આપનો જવાબ પણ કદાચ ના જ હશે. કોઇ જીવીત વ્યક્તિનું મંદિર કેવી રીતે હોઇ શકે. નરેન્દ્ર મોદી પોતાના નામના મંદિરથી ખુદ જ દુ:ખી છે. મોદીએ ખુદ ટ્વિટ કરીને જણાવ્યું કે આ સંસ્કૃતિની વિરુદ્ધ છે.

આ પહેલા પણ બની ચૂક્યા છે મંદિર
અત્રે નોંધનીય છે કે આ પહેલા પણ ઘણા નેતાઓના મંદિર બની ચૂક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના પણ મંદિર બની ચૂક્યા છે.

પોણા બે લાખનું નમો મંદિર

પોણા બે લાખનું નમો મંદિર

કોઇ જીવીત વ્યક્તિનું મંદિર કેવી રીતે હોઇ શકે. નરેન્દ્ર મોદી પોતાના નામના મંદિરથી ખુદ જ દુ:ખી છે. મોદીએ ખુદ ટ્વિટ કરીને જણાવ્યું કે આ સંસ્કૃતિની વિરુદ્ધ છે.

Narendra Modi

Narendra Modi

Narendra Modi

Narendra Modi

Narendra Modi

Narendra Modi

Narendra Modi

Narendra Modi

Narendra Modi

"Modi-temple" demolished by Govt authorities in Rajkot

English summary
1.7 lac's NaMo temple become past after Modi's one tweet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X