બીજેપીના વધુ 12 ઉમેદવારો જાહેર, અલ્પેશ ઠાકોરની સીટ બદલાઈ!
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે ત્યારે પ્રથમ તબક્કા માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, તો બીજા તબક્કા માટે હવે ફોર્મ ભરાશે ત્યારે બીજેપીએ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે ત્યારે પ્રથમ તબક્કા માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, તો બીજા તબક્કા માટે હવે ફોર્મ ભરાશે ત્યારે બીજેપીએ તેના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરનું નામ પણ સામેલ છે.

નવી યાદીમાં બીજેપીએ કુલ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, તેમાં અલ્પેશ ઠાકોરને સીટ બદલીને ગાંધીનગર દક્ષિણથી મેદાનમાં ઉતારાયા છે. અલ્પેશ ઠાકોર આ પહેલા પેટા ચૂંટણીમાં રાધનપુરથી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. હવે બીજેપીએ રાધનપુરથી લવીંગજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. આ યાદી સહિત બીજેપી અત્યારસુધીમાં 179 ઉમેદવારો જાહેર કરી ચુકી છે.
અલ્પેશ ઠાકોર સિવાયના ઉમેદવારોની વાત કરીએ તો, પાટણથી રાજુલ દેસાઈ, કલોલથી બકાજી ઠાકોર, રાધનપુરથી લવીંગજી ઠાકોર, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ, સયાજીગંજથી કેયુર રોકડિયા, પાવી જેતપુરથી જયંતીભાઈ રાઠવા, ઝાલોદથી મહેશ ભૂરિયા, મહેમદાબાદથી અર્જુનસિંહ ચૌહાણ, પેટલાદથી કમલેશ પટેલ, હિંમતનગરથી વી.ડી ઝાલા અને વટવાથી બાબુસિંહ જાધવને ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર થશે. પ્રથમ રાઉન્ડમાં 89 બેઠકો પર મતદાન થશે અને મુખ્ય રાજકીય પક્ષોએ લગભગ આ તમામ બેઠકો માટે તેમના ઉમેદવારો જાહેર કરી દીધા છે.












Click it and Unblock the Notifications
