ગુજરાતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Subscribe to Oneindia News

રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાહુલ ગાંધી 21 ડિસેમ્બરે મહેસાણામાં

રાહુલ ગાંધી 21 ડિસેમ્બરે મહેસાણામાં

રાહુલ ગાંધી આગામી 21 ડિસેમ્બરે મહેસાણા આવી રહ્યા છે તેઓ મહેસાણામાં સભાને સંબોધશે . ગુજરાતમાં આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા જે રીતે રાજકીય નેતાઓનું આગમન થઈ રહ્યું છે તો જોતા લાગી રહ્યુ છે કે ચૂંટણીઓ એપ્રિલ કે મે મહિનામાં જાહેર કરી દેવાય તો નવાઈ નહીં. ખાસ કરીને જ્યારે રાહુલ ગાંધી પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં આવી રહ્યા હોય ત્યારે આ મુલાકાત ઘણી અગત્યની માનવામાં આવી રહી છે.

અમદાવાદથી ચેન્નઈ જતી ફ્લાટઇટ રદ થતા હોબાળો

અમદાવાદથી ચેન્નઈ જતી ફ્લાટઇટ રદ થતા હોબાળો

અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે ચેન્નઈ જતી ફ્લાઇઠ રદ થતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. મુસાફરોનુ કહેવું હતુ કે એરલાઇન અમને ફ્લાઇટ લેટના મેસેજ આપતી હતી અને હવે સવારે એકદમ ફ્લાઇઠ રદ કરી દેતા અમારે રઝળી પ઼ડવાનો વારો આવ્યો છે. જોકે એરલાઇને જણાવ્યું હતું કે તેઓ ચેન્નઈના વાતાવરણને કારણ ફલ્ઇઠ રદ કરવા મજબૂર થયા છે. જે ફ્લાઈટો રદ્દ થઈ છે તેમાં જેટ એરવેઝ.,સ્પાઈસ જેટ સહિતની ફ્લાઇટનો સમાવેશ થાય છે.

પાલનપુરમાં બે મુસ્લિમ જૂથ વડે ઝૂલૂસ કાઢવા બાબતે અથડામણ

પાલનપુરમાં બે મુસ્લિમ જૂથ વડે ઝૂલૂસ કાઢવા બાબતે અથડામણ

ગઈ કાલે પાલનપુરમાં ઇદ નિમિત્ મુસ્લિમ સમાજે ઝૂલૂસ કાઢ્યું હતું. જોકે જૂલૂલ કયા રૂટ પર ળઈ જવું તે બાબતે મુસ્લિમ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને તેને પરિણામે પાલનપુરમા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. રૂટ બાબતે મામલો એટલો બધો વણસ્યો હતો કે બંને જૂથ આક્રોશમાં આવી ગયા હતા. જોકે તનાવભરી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસ કાફલો ઠલવાયો હતો. ઉલ્લેખનીય છે કે જૂલૂસ માટે જનતાનગર અંબર સોસાયટીથી નીકળી સલેમપુરા દરવાજા, આંબલી ચકલા, હુસેનીચોક, છુવારાફળી, ત્રણબત્તી થઇ મીરાંગેટ વાળો નવો રૂટ બનાવાવમાં આવ્યો હતો જેમાં એક જૂથે કહ્યું હતું કે જૂલૂસ તેના જૂના રૂટ પરથી જ પસાર થવું જોઈએ.

ઝાલોદમાં પ્રથમ વાર વિરાટ હિન્દુ સંમેલન

ઝાલોદમાં પ્રથમ વાર વિરાટ હિન્દુ સંમેલન

ઝાલોદમાં પ્રથમ વાર જ યોજાયેલા વિરાટ હિન્દૂ સંમેલનમાં દાહોદ, પંચમહાલ અને અને આસપાસના જિલ્લામાંથી નાગરિકો સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. અહીં પ્રવેશ દ્વારા પાસે ભારતમાતાની પ્રતિમા મૂકવામાં આવી હતી. તેમજ રંગોળી પણ વિરાટ હિન્દૂ સંમેલનમાં પધારેલા ખાસ ઉપસ્થિત રહેલા આર.એસ.એસના પશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહ સુનીલભાઈ મેહતાએ હિન્દુ ધર્મના વિવિધ પાસા અંગે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી.

જમણવારમાં બોજન લીધા બાદ 200થી વધુને ખોરાકી ઝેરની અસર

જમણવારમાં બોજન લીધા બાદ 200થી વધુને ખોરાકી ઝેરની અસર

ગાંધીનગર જિલ્લામાં ઉવારસદ ગામમાં આવેલા પાર્ટી પ્લોટમાં જમણવારમાં જમ્યા બાદ 250 થી વધુ લોકો ફુડ પોઇઝનિંગનો ભોગ બન્યા છે. જેમાંથી 150 લોકોને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાકીના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

કારમાં લાગી આગ, 2 લોકોનો બચાવ

કારમાં લાગી આગ, 2 લોકોનો બચાવ

સુરતના બારડોલી પાસે એક કારમાં આગ લાગી હતી. સુરત જીલ્લાના વાવ ગામ નજીકથી પસાર થતી એક કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા કારમાં સવાર બે વ્યક્તિ બહાર દોડી આવ્યા હતા. જોકે આ કારમાં આગ લાગી ત્યારે બે વ્યક્તિ સાવચેતી રાખીને બહાર નીકળી ગયા હતા અને તેમનો બચાવ થયો હતો.

English summary
13 december todays top news of gujarat
Please Wait while comments are loading...