તાપીના સોનગઢમાંથી ઝડપાઈ 13 લાખની જૂની નોટો
તાપીમાંથી પોલિસે 13 લાખ રૂપિયાની જૂની નોટો સાથે ત્રણ લોકોની અટક કરી છે
જૂની 500 તથા 1000 રૂપિયાની નોટને ચલણમાંથી રદ્દ કર્યા બાદ કાળુ નાણું બહાર લાવવાનો હેતુ સર થઇ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. પોલિસ દ્વારા બાતમીના આધારે ઠેર ઠેર દરોડા અને તપાસ ચલાવીને તબક્કાવાર કાળા નાણા બહાર પડાઇ રહ્યા હોવાની વિગતો બહાર આવી રહી છે.

ત્યારે આવા કિસ્સામાં તાપી જિલ્લામાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસ 13 લાખ રૂપિયાનીની 500 તથા 1000ની નોટો જબ્બે કરી હતી. આ કાર લખનૌથી સુરત જઈ રહી હતી. જેમાં પોલીસે હાલ ત્રણ લોકોની પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસે સ્વીફ્ટ કારમાં જઈ રહેલા 3 વ્યક્તિઓની પૂઠપરછ કરતા જાણવા મળ્યુ હતું કે તે લોકો લખનૌની કંપનીમાં કામ કરે છે પોલીસે કારમાંથી તપાસ કરતા રૂપિયા 50, 100, તેમજ 500 અને 1000ના દરની 13, 05,000ની નોટો મળી આવી હતી.

પોલીસ પૂછપરછમાં કારમાં જઈ રહેલા શખ્સો માત્ર ત્રણ લાખ રૂપિયાનો જ હિસાબ આપી શક્યા હતા આથી પોલીસે રૂપિયા જપ્ત કરીને આવક વેરા વિભાગને જાણ કરી હતી. નોંધનીય છે કે નોટબંધી બાદ આવા કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે.













Click it and Unblock the Notifications
