14 June Covid Update : ગુજરાત અને ભારતમાં કોરોના સંક્રમણમાં આંશિક ઘટાડો
ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 111 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 57 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
14 June Covid Update : ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 111 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 57 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 58, વડોદરામાં 21 કેસ, સુરતમાં 6 કેસ, ગાંધીનગર 11 કેસ અને રાજકોટમાં 7 કેસ નોંધાયા હતા. આ સાથે ભાવનગર 2 કેસ નોંધાયા હતા. આણંદ, જામનગર, કચ્છ, મોરબી, નવસારી, અને તાપીમાં 1-1 કેસ નોંધાયો હતો.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,945 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,586 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 832 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.04 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 28,679 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,05,18,230 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

14 June ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 57 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 1 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ સાથે શહેરી વિસ્તારમાં 31 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી.
જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 4397 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 255 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

14 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આસાથે શહેરી વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે.
આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો,રાજકોટ શહેરી વિસ્તારમાં 495 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 686 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

14 June ની ભારત કોરોના અપડેટ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો થયો છે. મંગળવારના રોજ (14 જૂન) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાંઆવેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 6,594 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
આવા સમયે, દેશમાં છેલ્લા 24કલાકમાં કુલ 4,035 ડિસ્ચાર્જ થયા છે. દેશમાં કોરોના સક્રિય કેસોની સંખ્યા 50,548 છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોમાં કુલસંક્રમણના 0.10 ટકાનો સમાવેશ થાય છે. દેશમાં કોરોના પોઝિટિવિટી દર 2.05 ટકા છે.
દેશમાં કોરોના રિકવરી રેટ લગભગ 98.67 ટકા થઈ ગયો છે. અત્યાર સુધીમાં દેશમાં કુલ રિકવરી 4,26,61,370 છે. ઈન્ડિયન કાઉન્સિલઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અનુસાર, સોમવારના રોજ ભારતમાં કોરોના વાયરસ માટે 3,21,873 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.આવા સમયે અત્યાર સુધીમાં કુલ 85,54,30,752 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
