ગુજરાતથી 19 રાજ્યોમાં ગઈ સ્પેશિયલ ટ્રેનો, 14 લાખથી વધુ શ્રમિકોને પહોંચાડ્યા ઘરે
મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારનુ કહેવુ છે કે પ્રવાસી શ્રમિકો માટે સૌથી વધુ સ્પેશિયલ ટ્રેનો ગુજરાતથી ગઈ.
કોરોના લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં ફસાયેલા 14 લાખથી વધુ પ્રવાસી પોત-પોતાના ગૃહ રાજ્ય જઈ ચૂક્યા છે. મોટાભાગના પ્રવાસી શ્રમિકોને સરકારે સ્પેશિયલ ટ્રેનો દ્વારા સંબંધિત રાજ્યોમાં છોડ્યા. હજારો લોકો બસ તેમજ અન્ય સાધનોથી ગયા. મોટી સંખ્યામાં લોકો અહીં પગપાળા નીકળ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારનુ કહેવુ છે કે પ્રવાસી શ્રમિકો માટે સૌથી વધુ સ્પેશિયલ ટ્રેનો ગુજરાતથી ગઈ. તેમણે જણાવ્યુ કે 8 લાખથી વધુ શ્રમિક 550 ટ્રેન દ્વારા યુપી મોકલવામાં આવ્યા.

સાડા ત્રણ લાખ પ્રવાસીઓને 228 ટ્રેનોથી બિહાર મોકલવામાં આવ્યા. 80 ટ્રેનોના સહારે લગભગ સવા લાખ લોકો ઓરિસ્સા પહોંચી ગયા. ગુરુવારે સુરતથી ટ્રેનોથી 6.21 લાખથી વધુ લોકો રવાના કરવામાં આવ્યા. અઢી લાખથી વધુ લોકો અમદાવાદથી પણ પોતાના ગૃહ રાજ્યોને રવાના થયા. સરકારની માનીએ તો ગુજરાતથી અત્યાર સુધી 19 રાજ્યો માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી. જેમાં યુપી, બિહાર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, મણિપુર, ત્રિપુરા, જમ્મુ કાશ્મીર, કેરળ, હિમાચલ પ્રદેશ તેમજ અસમ જેવા રાજ્ય શામેલ છે.
ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા લગભગ 40 લાખ હતી જે અહીં વિવિધ ઉદ્યોગ-ધંધામાં કાર્યરત હતા. શ્રમિકો મોટી સંખ્યા અમદાવાદ, સુરત, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ, રાજકોટ જેવા ઔદ્યોગિત શહેરોમાં રહેતા હતા. પ્રવાસી શ્રમિકો ઉપરાંત રાજ્યની અંદર પણ શ્રમિક એક જિલ્લાતી બીજા જિલ્લા સુધી પહોંચ્યા. અમુક લોકો સુરત, અમદાવાદ, વડોદરા જેવા ઔદ્યોગિક શહેરોથી સૌરાષ્ટ્ર અને વધુ આદિવાસી વસ્તી ધરાવતા મધ્ય ગુજરાતના જિલ્લાઓ તરફ પાછા ગયા.












Click it and Unblock the Notifications
