• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડૉક્ટરોની હડતાળને કારણે 1500 સર્જરી અટકી, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પરિસ્થિતિ વિકટ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ : લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને ગુજરાતમાં તબીબી શિક્ષકોની હડતાળના બીજા દિવસે, સમગ્ર રાજ્યમાં લગભગ 1,500-2,000 ઓપરેશન્સ રદ્દ કરવાની ફરજ પડી હતી. આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ માહિતિ આપી હતી. બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગમાં દિવસભર મેરેથોન બેઠકો યોજવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન (GMTA) ના ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય છેલ્લા 12 વર્ષથી પડતર અમારા પ્રશ્નો અંગે સરકાર માત્ર વચનો અને દાવાઓ જ કરી રહી છે. આ અગાઉના વિરોધ બાદ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તેનો અમલ થયો નથી. તેથી અમે આ હડતાલ તેના તાર્કિક અંત સુધી ચાલુ રાખીશું.

આ સાથે ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં ઇમરજન્સી સેવાઓ ચાલુ છે, પરંતુ રાજ્યની સરકારી હોસ્પિટલોમાં લગભગ 1,500-2,000 ઓપરેશન્સ રદ્દ કરવામાં આવ્યા છે, જેમાંથી 125 અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છે. મહેસાણાના એક દર્દીના સગાએ જણાવ્યું કે, તેમનો ભાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં દાખલ છે. તેમનું ઓપરેશન મંગળવારના રોજ થવાનું હતું, પરંતુ તે રદ્દ કરવામાં આવ્યું છે. છેલ્લા ચાર દિવસથી અમે હેરાન પરેશાન થઇ રહ્યા છે અને ખબર નથી કે ઓપરેશન ક્યારે થશે.

તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અહીં લગભગ 244 તબીબી શિક્ષકો હડતાળ પર છે, પરંતુ ઇમરજન્સી સેવાઓ ચાલુ છે. મંગળવારના રોજ 44 ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. તેમજ, 60 કરાર આધારિત ડૉક્ટરો તબીબી સેવાઓ માટે ઉપલબ્ધ છે. અમે મદદ માટે UN મહેતા, GCRI અને IKDRC હોસ્પિટલોના 24 વધુ ડૉક્ટરોને પણ બોલાવ્યા છે.

ડૉ. રજનીશ પટેલે જણાવ્યું હતું કે, અમારી માંગણીઓ 2012માં સ્વીકારવામાં આવી હતી અને આશ્ચર્યજનક રીતે તે સમયે અમને નાણાકીય લાભો આપવામાં આવ્યા હતા, પરંતુ 22 સપ્ટેમ્બર, 2021ના રોજ એક આદેશ દ્વારા સરકારે તે લાભો પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો અને તે રકમ વસૂલવા માગે છે. જે તદ્દન ખોટું અને અસ્વીકાર્ય છે.

બી. જે. મેડીકલ કોલેજના તબીબી શિક્ષકોએ નાટક રજૂ કરી સરકારની નીતિઓની મજાક ઉડાવી હતી. ગુજરાતના ઓછામાં ઓછા 10,000 સરકારી ડૉકટર્સે સોમવારના રોજ રાજ્ય સંચાલિત હોસ્પિટલો અને પીએચસીમાં તબીબી સેવાઓને અસર કરતી એડ-હોક સેવાઓને નિયમિત કરવા સહિતની તેમની પડતર માંગણીઓ માટે અનિશ્ચિત હડતાળ શરૂ કરી હતી.

પ્રથમ દિવસે, રાજ્યના આરોગ્ય વિભાગના GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી) દ્વારા સંચાલિત સરકારી હોસ્પિટલો, પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલોમાં સેવાઓ ખોરવાઈ ગઈ હતી. કારણ કે, ડૉકટર્સે દર્દીઓની સારવાર કરવાનો ઇન્કાર કર્યો હતો.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન (GMTA) ના પ્રમુખ ડૉ રજનીશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યભરના લગભગ 10,000 સરકારી ડૉકટર્સ અમારી માંગણીઓના નિરાકરણની રાહ જોયા બાદ સોમવારથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે, જે આ પહેલા ક્યારેય થયું નથી. CHC, PHC, જિલ્લા હોસ્પિટલ, છ મેડિકલ કોલેજો અને નવ GMERS કોલેજો વગેરેમાં સરકારી કર્મચારીઓ છે. જે તમામ આજથી હડતાળ પર છે.

GMTA એ ગુજરાત ગવર્નમેન્ટ ડોકટર્સ ફોરમના ઘટકોમાંનું એક છે, જે GMERSના ફેકલ્ટી મેમ્બર, ઇન સર્વિસ ડૉક્ટર્સ, ESIC અને ક્લાસ-2 મેડિકલ ઓફિસર, અન્યો વચ્ચેના સંગઠનોની એક છત્ર સંસ્થા છે. હડતાળ પર આવેલા ડૉકટર્સ સાતમા પગાર પંચ મુજબ એડ હોક સેવાઓ, વિભાગીય પ્રમોશન અને નોન પ્રેક્ટિસિંગ એલાઉન્સ (NPA) ચાલુ રાખવા અને નિયમિત કરવાની માગ કરી રહ્યા છે, પટેલે ઉમેર્યું હતું કે, અન્ય મુખ્ય માગ કરાર આધારિત નિમણૂકો અટકાવવાની છે.

જીએમટીએના અન્ય એક સભ્યએ જણાવ્યું હતું કે, ડૉકટર્સ ગત નવેમ્બરથી એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, તેઓને હડતાળ પર ન જવું પડે અને સરકાર સાથે ચર્ચા કરીને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે. સરકારે વચન આપ્યું હતું કે, અમારી તમામ માંગણીઓ 31 માર્ચ, 2022 સુધીમાં પૂરી કરવામાં આવશે. ખાતરીને પગલે, અમે અમારી હડતાલ રદ્દ કરી હતી, પરંતુ આવો કોઈ આદેશ પસાર કરવામાં આવ્યો નથી. અમને ટૂંક સમયમાં આદેશ વિશે કોઈ આશા દેખાતી નથી. અમે જીએમટીએના જનરલ સેક્રેટરી ડૉ. જયેન્દ્ર મકવાણાએ જણાવ્યું હતું કે, હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ નથી.

વિરોધ પ્રદર્શન કરનાર એક ડૉક્ટરે જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટર્સની અછતને કારણે દર્દીઓની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં મોટાભાગના લોકોને પોતાની રોજગારી છોડીને હોસ્પિટલે આવવું પડે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કેટલાક રેસિડેન્ટ ડૉકટર્સ તૈનાત હતા, પરંતુ દર્દીઓ અને તેમના સગાઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ દરમિયાન, પંચાયત કક્ષાના આરોગ્યસંભાળ કાર્યકરો પણ ગ્રેડ પેના મુદ્દે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એકઠા થયા હતા, ત્યારબાદ પોલીસ દ્વારા ઘણાની અટકાયત કરવામાં આવી હતી. કોવિડ19 રોગચાળા દરમિયાન અમે લોકોના જીવ બચાવ્યા છે, પરંતુ રાજ્ય સરકાર અમારી માંગણીઓ પ્રત્યે ઉદાસીન છે.

આ સાથે મધ્ય ગુજરાતની સૌથી મોટી સાર્વજનિક હોસ્પિટલમાં દર્દીઓની વિશાળ કતારો જોવા મળી હતી, જેઓ ઓપીડીમાં આવ્યા હતા. સત્તાધીશોએ ઈમરજન્સી સેવાઓ માટે કોન્ટ્રાક્ટ પરના ડૉક્ટર્સની સેવાઓ મેળવીને વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી. જીએમટીએના સભ્યોએ તેમની લાંબા સમયથી પડતર માંગણીઓ માટે દબાણ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. હડતાળ પર ઉતરેલા ડૉકટર્સ 7મા પગાર પંચ મુજબ એડહોક સેવાઓ, વિભાગીય પ્રમોશન અને નોન-પ્રેક્ટિસિંગ એલાઉન્સ (NPA) ને નિયમિત કરવા અને કરાર આધારિત નિમણૂંકો બંધ કરવાની માગ કરી રહ્યા છે.

GMTA વડોદરાના સેક્રેટરી અને GGDFના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર ડૉ. બીજયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અમે ગત નવેમ્બરથી એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે, અમારે હડતાળ પર ન જવું પડે અને અમારા પ્રશ્નો સરકાર સાથે ચર્ચા કરીને ઉકેલાય. સરકારે વચન આપ્યું હતું કે, અમારી તમામ માંગણીઓ 31 માર્ચ સુધીમાં પૂરી કરવામાં આવશે, પરંતુ એક પણ આદેશ પસાર કરવામાં આવ્યો નથી. અમને ટૂંક સમયમાં ઓર્ડર વિશે કોઈ આશા દેખાતી નથી. અમારી પાસે હડતાળનો આશરો લેવા સિવાય કોઈ વિકલ્પ નથી.

English summary
1500 surgeries halted due to doctors' strike, situation worsens at Ahmedabad Civil Hospital.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X