ગુજરાતના દરિયાકાંઠે બોટ સાથે ઘુસેલા 17 પાકિસ્તાની ઝડપાયા

મળેલી માહિતી અનુસાર, પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. જે દરમિયાન એક પાકિસ્તાની બોટ ઘુસી આવી હતી. શરૂઆતમાં પૂછપરછ કરવામાં આવતા તેઓ હિન્દીમાં કંઇક અજુગતુ બોલી રહ્યાં હતા. જેથી કોસ્ટ ગાર્ડના જવાનોને શંકા જતા તેમણે તેમની આકરી પૂછપરછ કરી હતી. જેમાં તેઓ પાકિસ્તાનના હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ વધુ ઇન્ટ્રોગેશન માટે તેમને પોરબંદર લઇ જવામાં આવ્યાં હતા.
બોટમાં તપાસ કરતા હાલ માછીમારીના સામાન સિવાય અન્ય કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
અત્રે નોંધનીય છે કે, ગુજરાતના દરિયા કાંઠે ભારતીય જળસીમામાં પાકિસ્તાનની બોટો ઘુસી આવવાના બનાવો અવાર-નવાર પ્રકાશમાં આવતા રહ્યાં છે. હાલ તો કોસ્ટ ગાર્ડ દ્વારા પકડાયેલા ઉક્ત 17 માછીમારોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે. વધુ વિગત ઇન્ટ્રોગેશન બાદ જ જાણવા મળશે.












Click it and Unblock the Notifications
