For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનની ફરારીમાં બેસીને જોગન બનવા નીકળી 18 વર્ષની ગુજરાતી બાળા

હાલમાં સોશિયલ મીડિયા પર સ્તુતિ શાહની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કારણ છે 18 વર્ષની ઉંમરમાં તેનો જોગન બનવાનો નિર્ણય લેવો.

|
Google Oneindia Gujarati News

હાલમાં સોશિયલ મીડિયા પર સ્તુતિ શાહની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે કારણ છે 18 વર્ષની ઉંમરમાં તેનો જોગન બનવાનો નિર્ણય લેવો. વાસ્તવમાં ગુજરાતના સુરતની રહેવાસી સ્તુતિ શાહ હવે સાંસારિક મોહ-માયાનો ત્યાગ કરીને સન્યાસી જીવન જીવનનો નિર્ણય કરી ચૂકી છે, સ્તુતિ હાલમાં પોતાના ધર્મ ગુરુઓ પાસે દીક્ષાની તારીખ લેવા માટે ફરારી કારમાં સવાર થઈ નીકળી છે. તમને જણાવી દઈએ કે આ એ જ ફરારી કાર છે કે જે ભારતીય ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પાસે હતી અને આ કારણથી સ્તુતિ વધુ ચર્ચિત થઈ ગઈ છે.

આ પણ વાંચોઃ સુષ્મિતાને કિસ કરતો ફોટો બૉયફ્રેન્ડ રોહમને શેર કરી કહ્યુ, 'મને ગમે છે તારા ડિમ્પલ'આ પણ વાંચોઃ સુષ્મિતાને કિસ કરતો ફોટો બૉયફ્રેન્ડ રોહમને શેર કરી કહ્યુ, 'મને ગમે છે તારા ડિમ્પલ'

સચિનની ફરારીમાં બેસીને જોગન બનવા નીકળી આ છોકરી

સચિનની ફરારીમાં બેસીને જોગન બનવા નીકળી આ છોકરી

વાસ્તવમાં સ્તુતિ ગુજરાતના સુરત શહેરની નિવાસી છે તે 26 ફેબ્રુઆરી, 2020ના રોજ ગુરુ ભગવંતોના સાનિધ્યાં દીક્ષા ગ્રહણ કરશે. સ્તુતિ શાહ સોમવારે દીક્ષાની તારીખ લેવા માટે ગુરુ ભગવંતો પાસે પોતાના મોટા કાફલામાં નીકળી. સ્તુતિના પિતાએ તેના કાફલા માટે ઑડીથી લઈને ઘણી મોંઘી ગાડીઓની વ્યવસ્થા કરી હતી પરંતુ આ મોંઘી કારોમાં સચિનની ફરારી પણ શામેલ હતી.

18 વર્ષની સ્તુતિ શાહનો થયો સાંસારિક માયાથી મોહભંગ

18 વર્ષની સ્તુતિ શાહનો થયો સાંસારિક માયાથી મોહભંગ

સ્તુતિ એકદમ બેન્ડ વાજા સાથો પોતાના કાફલામાં નીકળી હતી. તે દુલ્હનની જેમ સજી હતી. તેમણે જોગનના નિર્ણય પર કહ્યુ કે તેનુ મન સાંસારિક માયામાં નથી લાગતુ એટલા માટે તેણે પોતાની આત્માના કલ્યાણ માટે સંયમનો માર્ગ અપનાવ્યો છે. સ્તુતિ શાહના આ નિર્ણયમાં તેનો પરિવાર તેની સાથે છે.

સ્તુતિના પિતા સુરેશ શાહ એક મોટા વેપારી

સ્તુતિના પિતા સુરેશ શાહ એક મોટા વેપારી

આ વિશે વાત કરતા સ્તુતિના પિતા સુરેશ શાહે કહ્યુ કે મારા બે સંતાનોમાં સ્તુતિ મોટી છે. તે શરૂઆતથી જ અભ્યાસથી લઈને દરેક વસ્તુમાં નંબર વન રહી છે પરંતુ હવે તેણે આ નિર્ણય લીધો છે તો અમે એમાં શું કરી શકીએ છીએ. અમે તેના આ નિર્ણયનું સમ્માન કરીએ છીએ અને તેનો સાથ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરેશ શાહ જમીનના ખરીદ-વેચાણનો બિઝનેસ કરે છે.

English summary
18 year old surat girl drives to diksha in sachin tendulkar'sred ferrari, see pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X