સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ માટે RECPDCL અને ગુજરાત સરકાર 2,094 કરોડના MoU સાઇન થયા

Gujarat government: REC પાવર ડેવલપમેન્ટ એન્ડ કન્સલ્ટન્સી લિમિટેડ (RECPDCL), જે RECની સંપૂર્ણ માલિકીની પેટાકંપની છે, તેમણે રૂપિયા 2,094.28 કરોડના સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવા માટે ગુજરાત સરકાર સાથે પ્રારંભિક કરાર કર્યો છે.

આ પ્રોજેક્ટ રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS)ના પ્રથમ તબક્કા હેઠળ પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) માં અમલમાં મૂકવાનો છે. PGVCL ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) હેઠળ આવે છે.

REC Power Development and Consultancy Ltd

એક નિવેદન અનુસાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં GUVNL ના MD જય પ્રકાશ શિવહરે અને RECPDCL CEO રાજેશ કુમાર ગુપ્તા દ્વારા એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

ગુજરાત સરકાર RECPDCLને રાજ્યમાં તેમના આગામી પ્રોજેક્ટ્સ માટે જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓ મેળવવા માટે સુવિધા આપવા તૈયાર છે. નિવેદન મુજબ, એમઓયુ ગુજરાતમાં RECPDCLના પ્રોજેક્ટ્સની સ્થાપનાને સુવ્યવસ્થિત કરવા માટે સમય-બાઉન્ડ ફ્રેમવર્કની રૂપરેખા આપે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X