For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

|
Google Oneindia Gujarati News

સમગ્ર ગુજરાતમાં વરસાદ ધોધમાર વરસ્યો, મોટાભાગના વિસ્તારોમાં તો વરસાદ બંધ લેવાનું નામ પણ નથી લેતો. અમદાવાદમાં પણ ગતરોજથી વરસાદે માઝા મૂકી. ગઈ રાત્રીએ અમદાવાદાં 26 mm વરસાદ નોંધાયો અને સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 6 mm વરસાદ ખાબક્યો હતો.

rain

અમદાવાદમાં સરેરાશ દર વર્ષે 798mm વરસાદ પડે છે, આ વખતેની સીઝનનો 730mm વરસાદ વરસી ગયો છે. બોપલ, ઘુમા, જોધપુર, સરખેજ, બોડકદે, ગોતા જેવા વિસ્તારોમાં અમદાવાદનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન ખાતા મુજબ આજે રવિવારે વહેલ સવારે 6 વાગ્યેથી 8 વાગ્યા સુધીમાં 162 તાલુકામાં 1mm થી 90mm સુધીનો વરસાદ નોંધાયો. બે કલાક દરમિયાન સૌથી વધુ પાટણના સિદ્ધપુર તાલુકામાં 90mm વરસાદ નોંધાયો, જે બાદ મહેસાણાના બેસરાજી તાલુકામાં 71mm વરસાદ નોંધાયો, અને જોટાણા તાલુકામાં 53mm વરસાદ નોંધાયો. પાટણના શંખેશ્વરમાં 52mm, અને ગાંધીનગરના માણસામાં 50mm, વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારના આ બે કલાક દરમિયાન રાજ્યના 22 તાલુકામાં 25mm થી વધુ વરસાદ પડ્યો.

આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં કુલ 786mm વરસાદ પડી ગયો જે આ સીઝનનો 95% થાય છે. રવિવારે સવારે 6 વગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સરેરાશ 35mm વરસાદ નોંધાયો.

ચાલુ ચોમાસે ગુજરાતના 225 તાલુકામાંથી 3 તાલુકામાં જ 125mm થી 250mm વરસાદ નોંધાયો, જ્યારે 62 તાલુકામાં 251mm થી 500mm વરસાદ પડ્યો, 129 તાલુકામાં 501mm થી 1000mm વરસાદ ખાબક્યો અને માત્ર 57 તાલુકામાં 1000mm થી વધુ વરસાદ પડ્યો.

ગુજરાતમાં સાઈબર ક્રાઈમની ઘટનામાં વધારો, 8 મહિનામાં 50 કરોડની ગાપચીગુજરાતમાં સાઈબર ક્રાઈમની ઘટનામાં વધારો, 8 મહિનામાં 50 કરોડની ગાપચી

English summary
22 taluka of gujarat recieved more than 25 mm rain during sunday morning
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X