For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

24 કલાક પીવાનુ શુદ્ધ પાણી આપનાર દેશનુ પહેલુ શહેર બનશે ગાંધીનગર

ગુજરાતની રાજધાની ગાંધીનગરના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વાકાંક્ષી યોજનાનો ઈ-શિલાન્યાસ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરના સંદર્ભમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહત્વાકાંક્ષી યોજનાનો ઈ-શિલાન્યાસ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યુ કે ગાંધીનગર 24 કલાક શુદ્ધ પેયજળ પહોંચાડનાર દેશનુ પહેલુ શહેર બનશે. તેમણે કહ્યુકે આખા દેશમાં અમુક શહેરી ક્ષેત્રોના અમુક ભાગોમાં 24 કલાક પીવાના પાણીની યોજના પર અમલ થયો છે. પરંતુ આખા શહેર માટે આવી યોજના લાગુ કરવી દેશમાં પહેલી વાર, આપણા ગાંધીનગરમાં થઈ રહી છે. અહીં હવે દરેક ઘરમાં વૉટર મીટર લગાવવામાં આવશે.

vijay rupani

મુખ્યમંત્રી વિજય રૂપાણી આગળ બોલ્યા - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2024માં આખા દેશમાં દરેક પરિવારને નળના માધ્યમથી પીવાનુ શુદ્ધ પાણી આપવા માટે 'નળથી જળ'નુ લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે પરંતુ ગુજરાત આ લક્ષ્યને બે વર્ષ પહેલા જ પૂરુ કરી શકે છે. રૂપાણીનો ઈશારો વર્ષ 2022થી હતો. તેમનો કહેવાનો અર્થ એ હતો કે રાજ્યમાં 2022માં જ 'નળથી જળ'નુ લક્ષ્ય પૂરુ કરવામાં આવશે.

ગાંધીનગર શહેરને હાલમાં રોજનુ 6.5 કરોડ લિટર પીવાનુ પાણી આપવામાં આવી રહ્યુ છે. જેને સરકારના પ્રયાસોથી વધારવામાં આવશે. આ માત્રા પ્રતિદિન 16 કરોડ લિટર સુધી લઈ જતા ઈન્ફાસ્ટ્રક્ચરના વિકાસનુ કામ ચાલુ છે.

સુશાંત કેસ - AIIMSની ફૉરેન્સિક તપાસમાં મળ્યા ગરબડના સંકેતસુશાંત કેસ - AIIMSની ફૉરેન્સિક તપાસમાં મળ્યા ગરબડના સંકેત

English summary
24x7 pure drinking water supply will be provide in Gandhinagar city, first time in india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X