For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26 March: ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

વડોદરમાં સ્વામીનારાયણ ભગવનાનને પહેરાવ્યા ક્રિકેટ વસ્ત્રો

વડોદરમાં સ્વામીનારાયણ ભગવનાનને પહેરાવ્યા ક્રિકેટ વસ્ત્રો

ભારતીય ટીમની જીત માટે આખો દેશ પૂજા અર્ચના કરી રહ્યો છે. જ્યારે વડોદરામાં આવેલ એક સ્વામીનારાયણ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિને ભારતીય ક્રિકેટ ટીમના વસ્ત્રો પહેરાવીને તેમની પૂજા કરવામાં આવી હતી.

મારો ભાઇ જરૂર જીતીને આવશે

મારો ભાઇ જરૂર જીતીને આવશે

ગુજરાતના રવિન્દ્ર જાડેજા પહેલી વાર વિશ્વકપ ટૂર્નામેંટમાં રમી રહ્યા છે, ત્યારે તેમના પરિવારજનોમાં તેમની બહેને એવી ઇચ્છા વ્યક્ત કરી છે કે મારો ભાઇ પહેલીવાર વિશ્વકપમાં રમી રહ્યો છે તો અમારી એવી પ્રાર્થના છે કે તે ચોક્કસ વિશ્વકપ વિજેતા ટીમનો ભાગ બની રહે.

સટ્ટાબજારમાં ઓસિ ફેવરિટ

સટ્ટાબજારમાં ઓસિ ફેવરિટ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સેમિફાઇનલ મુકાબલો રમાઇ રહ્યો છે, જ્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર સટ્ટાબજારમાં ઓસ્ટ્રેલિયાની ટીમ હોટ ફેવરિટ છે, જ્યારે ક્રિકેટ ચાહકોમાં ભારતીય ટીમ હોટ ફેવરિટ છે.

પ્રેમ આંધળો હોય છે

પ્રેમ આંધળો હોય છે

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક પ્રેમ પ્રકરણ બહાર આવ્યું છે. 16 વર્ષની કિશોરી પોતાના જ ઘરમાંથી 7.50 લાખ રૂપિયા ચોરીને 30 વર્ષના પ્રેમી સાથે ફરાર થઇ ગઇ. યુવતી ઘરેથી પરીક્ષા આપવા નીકળી હતી.

અમદાવાદમાં હિટવેવ

અમદાવાદમાં હિટવેવ

અમાદાવાદમાં માર્ચમાં જ મે જેવી ગરમીનો અનુભવ. હાલમાં તાપમાન 41.5 ડીગ્રી પર પહોંચી ગયું છે.

મહાત્મા મંદિરમાં ચા-પાણીનું બિલ કરોડોમાં

મહાત્મા મંદિરમાં ચા-પાણીનું બિલ કરોડોમાં

ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિરમાં ચા-પાણી-નાસ્તાનું બિલ 7.13 કરોડ આવ્યું.

મધ્ય પ્રદેશ ગુજરાતને વીજળીનો ભાગ આપતુ નથી

મધ્ય પ્રદેશ ગુજરાતને વીજળીનો ભાગ આપતુ નથી

નર્મદા યોજના હેઠળ મધ્ય પ્રદેશને પણ ગુજરાત વીજળી પૂરી પાડે છે. અત્યાર સુધી 862 કરોડ વીજ યુનિટ વીજળી પૂરી પાડી છે. પરંતુ તેની ચૂકવણી કરી નથી.

English summary
26 March: Gujarat's top news read with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X