બંગાળ: 'વોટિંગ એરિયા છોડીને ન જાઓ,' ભાજપની બઢત પર ભડક્યા મમતા બેનર્જી, ટીએમસી એજન્ટોને આપી કડક સૂચના

4 મે, 2026ના રોજ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોએ દેશને ચોંકાવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ઐતિહાસિક સરસાઈ સાથે સરકાર રચવાની નજીક છે. આ વિકાસક્રમ વચ્ચે TMC સુપ્રીમો મમતા બેનર્જીએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા તેને ભાજપનું મોટું ષડયંત્ર ગણાવ્યું છે.

TMC સુપ્રીમોએ પોતાના કાર્યકરોને હાર ન માનવા અને મતગણતરી કેન્દ્રો પર અડગ રહેવા અપીલ કરી છે. મમતા બેનર્જીએ જણાવ્યું કે, "શરૂઆતના રાઉન્ડમાં ભાજપની સરસાઈ દર્શાવવી એ સુનિયોજિત રણનીતિ છે." તેમને દાવો કર્યો કે પહેલા 2-3 રાઉન્ડમાં ફક્ત ભાજપના મત દેખાડાયા છે, જ્યારે TMCના મત પછીથી બહાર આવશે.

મુખ્યમંત્રીના આરોપ મુજબ, રાજ્યના લગભગ 100 મતગણતરી કેન્દ્રો પર 2-3 રાઉન્ડ ગણતરી પછી પ્રક્રિયા અચાનક રોકી દેવાઈ છે. તેમણે કેન્દ્રીય દળોની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા, કારણ કે તેમની મદદથી TMC કાર્યકરો પર હુમલા અને પાર્ટી કાર્યાલયો પર બળજબરીપૂર્વક કબજો કરાઈ રહ્યો છે.

મમતા બેનર્જીએ 'SIR' ના નામે મતોની લૂંટનો આક્ષેપ કર્યો, ભાજપ પર માહોલ બગાડવાનો આરોપ લગાડ્યો. તેમણે કાઉન્ટિંગ એજન્ટો અને ઉમેદવારોને સ્ટ્રોંગરૂમ તથા વોટિંગ વિસ્તાર ન છોડવાની કડક હિમાયત કરી. આશ્વાસન આપતા કહ્યું, "ઇંતજાર કરો, નજર રાખો, અમે બધા તમારી સાથે છીએ, કોઈને ડરવાની જરૂર નથી."

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના તાજેતરના આંકડા નીચે મુજબ છે:

  • BJP (બીજેપી): 186
  • AITC (તૃણમૂલ કોંગ્રેસ): 93
  • AJUP: 02
  • AISF: 02
  • CPI(M): 01
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X