For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેટ રજિસ્ટ્રેશન વગર 27 પેટ્રોલ પંપ વેચી રહ્યા છે ફ્યુઅલ

ગુજરાતમાં પેટ્રોલ પંપ પર કરવામાં આવેલી સર્ચમાં રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)ને 27 પેટ્રોલ પંપ વેટ રજીસ્ટ્રેશન વગર જણાયા હતા, આ પેટ્રોલ પંપ પર અંદાજીત 400 કરોડ રૂપિયાનું ફ્યુઅલ વેચવામાં આવી રહ્યું છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં પેટ્રોલ પંપ પર કરવામાં આવેલી સર્ચમાં રાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (SGST)ને 27 પેટ્રોલ પંપ વેટ રજીસ્ટ્રેશન (Value Added Tax) વગર જણાયા હતા, આ પેટ્રોલ પંપ પર અંદાજીત 400 કરોડ રૂપિયાનું ફ્યુઅલ વેચવામાં આવી રહ્યું હતું. SGST વિભાગે સોમવારના રોજ રાજ્યના 11થી વધુ જિલ્લાઓમાં 104 પેટ્રોલ પંપો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સૌથી વધુ પેટ્રોલ પંપ રાજકોટ (15), જામનગર (9) અને વડોદરા (9)માં સર્ચ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 27 પેટ્રોલ પંપ વેટ રજિસ્ટ્રેશન વગર કાર્યરત હોવાનું જણાયું હતું. જેમાં સુરત, વલસાડ, ભુજ, પોરબંદર, ગોધરા અને પાટણના પેટ્રોલ પંપનો સમાવેશ થાય છે.

petrol pumps

સુરતના પલસાણા ખાતે કેસરી નંદન પેટ્રોલિયમે વેટ રજિસ્ટ્રેશન વગર 62 કરોડ રૂપિયાનું સૌથી વધુ ફ્યુઅલ વેચ્યું હતું. વલસાડના એટક પારડી ખાતે મારુતિસાંઈ પેટ્રોલિયમ અને ભુજમાં વિનાયક પેટ્રોલિયમ પણ અનુક્રમે 54 કરોડ અને 21 કરોડ રૂપિયાનું ફ્યુઅલ રજીસ્ટ્રેશન વગર વેચ્યું હતું.

પેટ્રોલ પંપ સિવાય વેટ રજીસ્ટ્રેશન વગર બળતણ વેચતા જોવા મળ્યા હતા. SGST વિભાગને એવું પણ જાણવા મળ્યું કે, પંપ ડીલર્સે ટેક્સ તરીકે રૂપિયા 64 કરોડ પણ ચૂકવ્યા નથી.

(તસવીર પ્રતિકાત્મક છે)

English summary
A search of petrol pumps in Gujarat found that the State Goods and Services Tax (SGST) had 27 petrol pumps without VAT registration (Value Added Tax), at which an estimated Rs 400 crore worth of fuel was being sold.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X