Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

28 August Covid Update : છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9436 નવા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં દેશમાં 9436 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. નવા કેસ નોંધાયા બાદ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 86,591 થઈ ગઈ છે.

28 August Covid Update : છેલ્લા 24 કલાકમાં દેશમાં 9436 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. નવા કેસ નોંધાયા બાદ દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 86,591 થઈ ગઈ છે. આવા સમયે, જો આપણે રિકવરીના આંકડાઓ પર નજર કરીએ, તો દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 37 લાખ 93 હજાર 787 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે.

કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં ઘટાડો

કોરોના સંક્રમણના પોઝિટિવ કેસમાં ઘટાડો

શનિવારના રોજ દેશમાં કોરોનાના 9 હજાર 520 નવા કેસ નોંધાયા છે, જે આજની સરખામણીમાં લગભગ 84 કેસ ઓછા છે. આવા સમયે, સક્રિય કેસોમાં પણ ઘટાડો થયો છે.

જો આપણે રિકવરીના આંકડાઓ પર નજર કરીએ તો દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 37 લાખ 93 હજાર 787 લોકો કોરોના સંક્રમણમાંથી મુક્ત થયા છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 2.93 ટકા છે, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 2.70 ટકા છે.

211 કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ અપાયા

211 કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ અપાયા

કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 211 કરોડથી વધુ કોવિડ-19 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં રસીકરણની પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે.

છેલ્લા 24 કલાકમાં 26 લાખ 53 હજાર 964 લોકોને રસી આપવામાં આવી છે, ત્યારબાદ અત્યાર સુધીમાં 211.66 લોકોએ રસીકરણનો ડોઝ મેળવ્યો છે.

આ સિવાય 94 કરોડથી વધુ બીજા ડોઝ આપવામાં આવ્યા છે. આવા સમયે, 15.20 કરોડથી વધુ પ્રિકોશન ડોઝ પણ આપવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 314 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 226 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.

જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે અમદાવાદ અને ગીર-સોમનાથમાં એક-એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું હતું.

રાજ્યમાં કુલ 11,005 લોકોના મોત

રાજ્યમાં કુલ 11,005 લોકોના મોત

આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયું છે. જે બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,005 લોકોએ કોરોના સંક્રમણને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1912 થઇ

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1912 થઇ

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,005 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,56,519 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1912 થઇ છે. જેમાંથી 14 ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.

કુલ 12,29,51,657 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

કુલ 12,29,51,657 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કુલ 12,29,51,657 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાં દરરોજ વધઘટ થઈ રહી છે.

2,90,947 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

2,90,947 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 98.98 ટકા છે. આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 2,90,947 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X