એનસીબીએ 15 લાખની કિંમતનું 3 કિલો ચરસ ઝડપ્યું

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં નાર્કોટિક કંટ્રોલ બ્યૂરો એટલે કે એનસીબીને આજે મોટી સફળતા મળી છે. તેણે અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપરથી એક આધેડ વ્યક્તિ પાસેથી 3 કિલો ચરસ ઝડપ્યું પાડ્યુ છે. એનસીબીએ બાતમીને આધારે દિલ્હીથી અમદાવાદ આવતા એક આધેડ પાસેથી આ મોટો ચરસનો જથ્થો ઝડપ્યો છે. નોંધનીય છે કે બજારમાં આ ચરસની કિંમત અંદાજે 15 લાખ રૂપિયાની છે.

ahmedabad drug

શરૂઆતી તપાસ મુજબ પકડાયેલો આધેડ અમદાવાદનો જ રહેવાસી છે તેવી જાણવામાં આવ્યું છે. ત્યારે સાવ સામાન્ય દેખતા આ વ્યક્તિ પાસેથી આટલી મોટી માત્રામાં નશીલો પદાર્થ મળી આવતા અચરજ પામી છે. ત્યારે હાલ તો પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Ahmedabad: 3 kg of hashish worth Rs 15 lakh SEIZED BY NCB.
Please Wait while comments are loading...