અમદાવાદઃ કેબ બુક કરાવી, ચોરી કરનાર યુવકોની ધરપકડ

Written By:
Subscribe to Oneindia News

અમદાવાદના પાલડી પોલીસ અધિકારીઓએ શનિવારે ઓલા કેબ બુક કરી કારની ચોરી કરવાના મામલે ત્રણ યુવકોની ધરપકડ કરી હતી. નારાયણનગર નરોડામાં રહેતા જગદીશભાઈ ઓલા કેબમાં પોતાની કાર ચલાવે છે. તારીખ 25ના રોજ સવારે 10 વાગે તેમને કેબ બુકીંગનો કોલ આવ્યો હતો, જેથી તેઓ પ્રહલાદનગર ચાર રસ્તા પહોંચ્યા હતા. જ્યાંથી ત્રણ યુવાનો કારમાં બેઠા હતા અને બુક કરાવ્યા મુજબ ગાંધીનગર સરગાસન પહોંચ્યા હતા. જો કે, ત્યાંથી ફરીથી તેમણે આ જ કેબ ગાંધીનગરથી ધરણીધર સુધી બુક કરાવી હતી અને 4 વાગ્યાના આસપાસ ધરણીધર પહોંચ્યા હતા. જ્યાં યુવકોએ ડ્રાઈવરને કેબ ઉભી રખાવી ચા પીવાનું કહ્યું હતું. આ દરમિયાન ડ્રાઈવરને માથું દુખતું હોવાથી તેઓ દવા લેવા ગયા હતા. પાંચ મિનિટમાં પરત આવ્યા ત્યારે કાર કે યુવકો ત્યાં હાજર નહોતા. આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, ત્રણેય યુવકો કાર લઈને નાસી ગયા છે.

Crime

આથી જગદીશભાઈએ પાલડી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે શિનવારે રાતના સમયે જલવીર મકવાણા (23, રહે. દેવાંસ ફ્લેટ, વેજલપુર), જીત રાવલ (19 રહે. વિશ્વા મિત્ર સોસાયટી, વેજલપુર) અને અનિલ નાયક (20 રહે. સાણંદ) ને કાર સાથે પાલડી વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, જલવીર મકવાણાને માથે રૂ. 2 લાખનું દેવું હતું. આ રકમ ચૂકતે કરવા માટે તેણે કાર ચોરવાની યોજના બનાવી હતી અને આ કામમાં તેને બે મિત્રોએ તેની મદદ કરી હતી. પોલીસે ચોરી થયેલ કાર પણ કબજે કરી હતી, જેની કિંમત 5.50 લાખ છે.

English summary
Ahmedabad: 3 men arrested under the charges of stealing an ola cab car costs 5.50 lac.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.