30 March: જુહાપુરામાં ડિમોલિશનની કામગીરી સ્થગિત

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જુહાપુરામાં ડિમોલિશનની કાર્યવાહી સ્થગિત

જુહાપુરામાં ડિમોલિશનની કાર્યવાહી સ્થગિત

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા ફતેહવાડી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની કામગીરીને હાલમાં સ્થગિત કરી દેવાઇ છે. જે લોકોના મકાન તૂટ્યા છે તેમણે પોતાના ઘરની સામે તંબૂ લગાવી દીધા છે, જેની સામે પૂરતો બંદોબસ્ત નહીં હોવાના કારણે ડિમોલિશનની કાર્યવાહી થંભાવી દેવાઇ છે.

ફ્લાઇટમાં મળ્યું 3 કિલો સોનુ

ફ્લાઇટમાં મળ્યું 3 કિલો સોનુ

અમદાવાદ હવાઇ મથકે દુબઇથી આવેલી સ્પાઇસ જેટમાં સીટની નીચેથી ત્રણ કિલો સોનુ મળી આવ્યું હતું. આ સોનાની કિંમત 80 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે, જેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સ્વાઇન ફ્લૂના બે દર્દી દાખલ

સ્વાઇન ફ્લૂના બે દર્દી દાખલ

સિવિલ હોસ્પિટલમાં વધુ બે સ્વાઇન ફ્લૂના કેસ નોંધાયા છે. રવિવારે બંને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

વાતાવરણમાં પલટો

વાતાવરણમાં પલટો

રવિવારે મોડી સાંજે અચાનક અમદાવાદ સહિત અન્ય શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને વાદળછાયું વાતાવરણના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. અને નગરજનોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી.

વાઇબ્રન્ટથી ફાયદો કે નુકસાન

વાઇબ્રન્ટથી ફાયદો કે નુકસાન

હંમેશા એવું લાગતું હોય છે કે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા રાજ્ય સરકારને ફાયદો જ થાય છે, પરંતુ એવું નથી ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં કબૂલાત કરી છે કે અત્યાર સુધીની છ સમિટમાં 30,435 પ્રોજેક્ટ્સ માટે 30,111 એમઓયૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 8272 (27.17 ટકા)પ્રોજેક્ટ્સ કરારમાંથી રદ્દ થઇ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X