For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં વરસાદી તાંડવને લીધે 31નાં મોત, 60 માછીમારો લાપતા

ગુજરાતમાં પડી રહેલ તાબડતોડ વરસાદથી કેટલાય જિલ્લાના લોકોનું જીવન સંકટમાં છે. જળભરાવ અને પૂરની લપેટમાં આવી જતાં 31 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી 12 મૃતકો સૌરાષ્ટ્ર ક્ષેત્રના જ છે. જ્યારે તેજ વરસદને પગલ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતમાં પડી રહેલ તાબડતોડ વરસાદથી કેટલાય જિલ્લાના લોકોનું જીવન સંકટમાં છે. જળભરાવ અને પૂરની લપેટમાં આવી જતાં 31 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી 12 મૃતકો સૌરાષ્ટ્ર ક્ષેત્રના જ છે. જ્યારે તેજ વરસદને પગલે પોરબંદરમાં દરિયાઈ તોફાન આવ્યું છે જેમાં ડઝનેક બોટ ફસાઈ છે. આ બોટોમાં 60થી વધુ માછીમારો હતા, જે લાપતા છે. 6 જેટલા માછીમારોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે હજુ સુધી 2 બોટ અને 9 માછીમારોનો કોઈ પતો નથી લાગ્યો. ઈન્ડિયન કોસ્ટગાર્ડ્સ તેમની તલાશમાં લાગી ગઈ છે.

ગુજરાતના વિવિધ સ્થળે 30થી વધુ મોત

ગુજરાતના વિવિધ સ્થળે 30થી વધુ મોત

માહિતી મુજબ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય સમથળોએ દિવાલ અને બિલ્ડિંગ ધરાશાયી થઈ હોવાના અહેવાલ મળ્યા છે. ભાવનગરના સીહોરામાં જિલુભાઈ ગોહિલ નામના એક વૃદ્ધનું પણ દિવાલ પડતાં મૃત્યુ થયું છે. અમરેલી જિલ્લાના વાડિયા ગામમાં બે કિશોર ભાઈ પૂરમાં તણાઈ ગયા છે. બચાવદળે તેમના મૃતદેહને મેળવી લીધા છે. અરવલ્લી જિલ્લાના આકરોદ ગામમાં એક 6 વર્ષીય છોકરાનું મકાનની દિવાલ માથે પડતાં મોત થયું. સૌરાષ્ટ્રના મોરબીમાં 8, મધ્ય ગુજરાતના નડિયાદમાં 4 અને અમદાવાદમાં 4 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

350 સ્તા બંધ, 18એનડીઆરએફ અને 11 એસવીઆરએફ ટીમ તહેનાત

350 સ્તા બંધ, 18એનડીઆરએફ અને 11 એસવીઆરએફ ટીમ તહેનાત

રાજ્યના વિવિધ ભાગમાં વરસાદ અને જળભરાવને કારણે હજારો લોકો સંકટમાં છે. રાજ્યમાં 350થી વધુ રસ્તા અસરગ્રસ્ત થયા છે. ડઝનેક હાઈવે ક્ષતિગ્રસ્ત થયા છે. મોરબી, જામનગર અને રાજકોટ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં 154 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્ય સરકારે રાહત કાર્યમાં 18 એનડીઆરએફ અને 11 એસવીઆરએફની ટીમને તહેનાત કરી છે.

23 ડેમમાં જળસ્તર વધતાં મોટી તબાહીની આશંકા

23 ડેમમાં જળસ્તર વધતાં મોટી તબાહીની આશંકા

હાલ રાજ્યના લગભગ બધા જ ડેમ પાણીથી ભરાઈ ગયા છે. 23 ડેમને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે. સંવાદદાતાઓ મુજબ આ ડેમમાં જળસ્તર બહુ વધુ છે. ઉપરી ક્ષેત્રોમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીના રાજસ્વના કારણે 25 દરાવાજા 0.96 સેમી ખોલવામાં આવ્યા છે.

હજુ 2 દિવસ ભારે વરસાદનું અલર્ટ

હજુ 2 દિવસ ભારે વરસાદનું અલર્ટ

હવામાન વિભાગે 2 દિસ માટે ગુજરાતના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ હજુ પણ કહેર મચવી રહ્યો છે. ઉત્તર ગુજરાતના કડીમાં 13 ઈંચ સુધી ભારે વરસાદે સમગ્ર વિસ્તારમાં પૂરનું સંકટ પેદા કરી દીધું છે.

<strong>અમદાવાદમાં મોટી દુર્ઘટના: પાણીની ટાંકી પડવાથી 2 લોકોનાં મોત </strong>અમદાવાદમાં મોટી દુર્ઘટના: પાણીની ટાંકી પડવાથી 2 લોકોનાં મોત

English summary
31 died due to heavy rain in gujarat, 60 fishermen missing
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X