For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આત્મા ગામડાનો, સુવિધા શહેરનીઃ 37 પ્રોજેક્ટ સાથે ગુજરાતનું આ ગામ બનશે આદર્શ ગ્રામ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 29 ઓક્ટોબરઃ આત્મા ગામડાનો, સુવિધા શહેરની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું છે આદર્શગામનું સ્વપ્ન. આંતરમાળખાકીય સુવિધા, જળવયવસ્થાપન, સ્વચ્છતા અને માનવીના ઉચ્ચ વિચારોને પ્રોત્સાહન મળે તેવું ગામ સાચા અર્થમાં આદર્શ ગામ બને. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું ઉગામેડી ગામ જનતા જનાર્દનની સક્રિય ભાગીદારી, દાતાઓના આર્થિક સહકાર અને કેન્દ્ર તથા રાજય સરકારની વિવિધ યોજનાઓના સંપુર્ણ સહકારથી આગામી દિવસોમાં આદર્શ ગામ બનવા જઇ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદર્શ ગ્રામ યોજના જાહેર કર્યા બાદ પ્રત્યેક સંસદ સભ્યને કોઇને કોઇ ગામ દત્તક લઇ તેને આદર્શ ગામ બનાવવાનું આહવાન કરતા રાજયસભાના સભ્ય-સાંસદ મનસુખભાઇ માંડવિયા અને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ તથા દાતા લાલજીભાઇ પટેલે સરકાર તથા જનભાગીદારીથી ઉગામેડી ગામને આદર્શ ગામ બનાવવાનો સંકલ્પ લેતા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં 30મી ઓકટોબર, 2014 ગુરુવારના રોજ ઉગામેડી ખાતે ઉગામેડી ગામને આદર્શ ગામ બનાવવા એક ભવ્ય સમારોહ દ્વારા ગામમાં અનેક યોજનાઓના કાર્યારંભ થશે.

ઉગામેડીને આદર્શ ગામ બનાવવાના ભાગરૂપે જળસંચય, ડ્રીપ ઇરિગેશન, ગામના તમામ રસ્તા આરસીસીના, ઘરેઘરે શૌચાલય, કચરા નિકાલ, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, એમ્બ્યુલન્સ સુવિધા જેવી અનેક સુવિધાઓ પૂરી પાડવાની કામગીરીનો પ્રારંભ થશે.શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને તથા મંત્રીઓ નાનુભાઇ વાનાણી, જયંતીભાઇ કવાડીયા, મનસુખભાઇ માંડવિયા, ભારતીબેન શિયાલ, દાતા લાલજીભાઇ પટેલ, સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુરભાઇ સવાણી વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં 30મી તારીખે ઉગામેડી ખાતે સમારોહ ખુલ્લો મુકાશે.

Ugamedi-an-ideal-village-02
37 સુવિધાઓ ઉગામેડી ગામ ભવિષ્યમાં ધરાવતું હશે
આદર્શ ગામ અંતર્ગત ઉગામેડી ગામમાં સુવિધાઓ માટે કાર્યારંભ થવાનો છે. તેમાં મુખ્યત્વે જળસંચય, ડ્રીપ ઇરિગેશન વ્યવસ્થા, ગામમાં સંપુર્ણ ગટર તથા ગટરના પાણીનો શુદ્ધિકરણ દ્વારા ફરી ઉપયોગ, તમામ ઘરમાં નળ કનેકશન, શૌચાલય, શેરીઓમાં આરસીસી રોડ, મુખ્ય રસ્તાઓ પણ પ્રવેશદ્વાર, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણી માટે ફિલ્ટર પ્લાન્ટ, ઇન્ટરનેટ વાઇફાઇ સુવિધા, મુખ્ય જગ્યાઓ પર સીસીટીવી કેમેરા, ફાયર વ્યવસ્થા, એમ્બ્યુલન્સ, વડીલો માટે લાયબ્રેરી, એનાઉન્સિંગ સિસ્ટમ, સ્કિલ ડેવલપમેન્ટ, મહિલા લઘુઉદ્યોગ, શાક માર્કેટ, રોઝ-ભૂંડના ત્રાસથી ખેતીને બચાવવા સામુહીક તાર ફેન્સીંગ, ગામની દરેક વ્યકિતનું બેન્કમાં ખાતુ, ગામના દરેક બાળકને કુપોષણથી મુકત કરવું, સ્વચ્છતા જળવાય તે માટે કચરા પેટીઓ તથા કચરાના નિકાલની સક્ષમ વ્યવસ્થા તથા ગામમાં અને સિમાડામાં વૃક્ષારોપણ અને તેનું જતન કરી ગામને રળિયામણું બનાવવા જેવી 37 સુવિધાઓ ઉગામેડી ગામ ભવિષ્યમાં ધરાવતું હશે.

English summary
37 development projects to make Ugamedi an ideal village
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X