છોટાઉદેપુરની નગરપાલિકાની ચૂંટણી એક જ પરિવાર મેદાનમાં, પતિ-પત્ની સામ-સામે, બે પૂત્ર અલગ-અલગ વોર્ડના ઉમેદવાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો રંગ જામ્યો છે. નગરપાલિકાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ઉમેદવારોએ ધમધોકાળ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે છોટાઉદેપુરનો એક જોરદાર કિસ્સો સામે આવ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના ચાર સભ્યો ચૂંટણી મેદાનમાં છે.
પરિવારના ચારેય સભ્યો ચૂંટણીના મેદાનમાં છે તે વાત સાચી....પરંતુ મહત્વની વાત એમ એ છે કે, પતિ-પત્ની એક જ વોર્ડમાં આમને-સામને જ્યારે બે પુત્રો અલગ અલગ વોર્ડમાંથી નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યાછે.
છોટાઉદેપુર નગરપાલિકાના વોર્ડ નં.6માં હાજી ફારૂક મોહંમદ ફોદાએ ભારત નિર્માણ મંચમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ જ વોર્ડમાં તેમના પત્ની સાબેરાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે પુત્ર આરીફે ભાજપામાંથી વોર્ડ નં.3માં અને બીજા પુત્ર રમઝાને કોંગ્રેસમાંથી વોર્ડ નં.4માં ઉમેદવારી નોંધાવી છે.
ફારુકભાઈ કોદા 1991થી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે, તેઓ અત્યાર સુધી 6 ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂક્યા છે. ચાર ટર્મ અપક્ષ અને બે ટર્મ કોંગ્રેસની પેનલમાંથી ચૂંટણી લડ્યા હતા. ગત ટર્મમાં કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ અપક્ષમાંથી લડ્યા હતા અને જીત્યા હતા.

આ વર્ષે ફારુકભાઈની પત્ની પણ અપક્ષમાંથી લડી રહ્યા છે. જો કે, આ અંગે તેમણે મીડિયાને જણાવ્યુ હતુ કે, રાજકીય પાર્ટી દ્વારા મારું ફોર્મ રદ કરવાના કાવતરા કરવામાં આવ્યા હોવાથી મેં મારી પત્નીનું ફોર્મ ભરાવ્યુ હતુ. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી.
જ્યારે બંને પુત્રો વીશે મીડિયાને જણાવતા ફારુકભાઈએ જણાવ્યું હતુ કે, મારા બંને પુત્રો અલગ અલગ પાર્ટીમાંથી ચંટણીની ટિકિટ માંગી હતી. જ કે, રમઝાનને ભાજપમાંથી ટિકિટ ન મળતા તે કોંગ્રેસમાંથી તે ચૂંટણી લડી રહ્યો છે. તે બંને પહેલી જ વખતે ચૂંટણી લડી રહ્યા છે.












Click it and Unblock the Notifications
