સુરેન્દ્રનગરમાં બોરવેલમાં પડેલા 4 વર્ષના સાગરનું થયું મોત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતના સુરેન્દ્ર નગરના એક ગામ કરસંગઢમાં એક 4 વર્ષનો બાળક બોરવેલમાં પડી ગયો છે. માનવામાં આવી રહ્યું છે કે આ બોરવેલ 500 ફૂટ ઊંડો છે. તે બાળકને બચાવવા માટે અમદાવાદથી રેસ્ક્યૂ ટીમ પહોંચી હતી. પણ હાલમાં જ પ્રાપ્ત સમાચાર મુજબ 4 વર્ષના તે બાળક સાગરનું મોત થઇ ગયું છે. નોંધનીય છે કે બાળકના બોરવેલમાં પડતા જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને પોલીસને પણ ઝડપથી સૂચના આપવામાં આવી હતી. વળી અમદાવાદથી ખાસ રેસ્ક્યૂ ટીમ આ બાળકને બચાવવા માટે બોલવી પણ હતી પણ તેમ છતાં તેને બચાવી ન શકાયો.

child

ઉલ્લેખનીય છે કે બોરવેલમાં પડી જનાર આ બાળકનું નામ સાગર છે. જે અહીં રમતા રમતા પડી ગયો હતો. જો કે બાળકના પડી જવાના કારણે મજૂર દેવીપૂજક પરિવાર ચિંતાતૂર બની ગયો હતો. નોંધનીય છે કે અવાર નવાર આવી ઘટનાઓ ગુજરાતમાં બનતી જ રહેતી હોય છે. અને આ ઘટનાની જેમ જ બાળકોની મોત પણ થઇ જતી હોય છે. તેમ છતાં આ અંગે કોઇ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી. અને આવી ઘટનાને થતી રોકવા માટે કોઇ ઠોસ પગલા તંત્ર દ્વારા નથી લેવામાં આવતા. તંત્ર દ્વારા ખુલ્લા બોરવેલ ન રાખવાના આદેશ તો કરાય છે પણ તેના પાલનમાં કચાશ રહી જતા આવી ઘટનાઓ બને છે.

English summary
4 year old child fell into a 500 feet borewell. Read here more
Please Wait while comments are loading...