For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સંક્રમણથી 46 વર્ષીય મહિલાના મૃત્યુ બાદ અમદાવાદમાં બીજુ, ગુજરાતમાં ચોથુ મોત

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે વધુ એક મોત થયુ છે. જે ગુજરાતનુ ચોથુ મોત છે. જ્યારે અમદાવાદનુ બીજુ મોત છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે વધુ એક મોત થયુ છે. જે ગુજરાતનુ ચોથુ મોત છે. જ્યારે અમદાવાદનુ બીજુ મોત છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાએ કોરોના વાયરસના સંક્રમણના કારણે અંતિમ શ્વાસ લીધા. જો કે તેમની વિદેશની કોઈ હિસ્ટ્રી નથી. એસવીપી હોસ્પિટલના જણાવ્યા મુજબ તેઓ બીપી જેવી અન્ય કોઈ બિમારીઓથી પીડિત હતા. અમદાવાદની એસવીપી હોસ્પિટલ તરફથી ટ્વિટર પર આ વિશે માહિતી આપવામાં આવી. જેમાં લખવામાં આવ્યુ છે કે 46 વર્ષીય આ મહિલાને 26 માર્ચે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ બીપી અને હાઈપર ટેન્શન જેવી બિમારીથી પીડિત હતા અને વેન્ટીલેટર પર હતા.

coronavirus

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના પૉઝિટીવ કેસોની સંખ્યા 53 થઈ ચૂકી છે. જેમાં રાજકોટમાં વધુ 6 કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 3, વડોદરા, ગાંધીનગર અને મહેસાણામાં 1-1-1 નવા કેસ નોંધવામાં આવ્યા છે. અમદાવાદમાં મૃત્યુ પામેલ મહિલા અન્ય 3 મૃતકો કરતા નાના ઉંમરના હતા અને સ્થાનિક સંક્રમણના કારણે તેમનુ મોત થઈ જતા ચિંતામાં વધારો થયો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોરોના વાયરસથી પીડિત લોકોના ઈલાજ માટે 220 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ બનાવીને ગુજરાત સરકારે ચીનનો રેકોર્ડ તોડી દીધો છે. ચીને 10 દિવસમાં 1000 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી હતી. વળી, ગુજરાતે એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં 2200 બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી છે.

આ પણ વાંચોઃ ગુજરાતઃ કોરોના લૉકડાઉન વચ્ચે થઈ ડિજિટલ શોકસભા, FB પર લાઈવ આપી શ્રદ્ધાંજલિઆ પણ વાંચોઃ ગુજરાતઃ કોરોના લૉકડાઉન વચ્ચે થઈ ડિજિટલ શોકસભા, FB પર લાઈવ આપી શ્રદ્ધાંજલિ

English summary
46 year lady died due to coronavirus in ahmedabad, its 4th death of gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X