For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 5 નવેમ્બરથી ગેસ સિલિન્ડર પર લાગશે 5 ટકા વેટ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 18 સપ્ટેમ્બર : ગુજરાતમાં આગામી 5 નવેમ્બરથી ગેસ સિલિન્ડર પર 5 ટકા વેટ લાગવાનો છે. આ પગલું રાજ્‍ય સરકારે વેટની વાર્ષિક આવક સરભર કરવા માટે લીધું છે. આ નિર્ણયને અંતિમ ઓપ આપવા માટે આવતા સપ્તાહે ગાંધીનગર ખાતે બેઠક મળવાની છે.

આ નિર્ણય લેવામાં રાજ્ય સરકાર વેટનો બોજ ગ્રાહકો પર ના પડે તેની તકેદારી રાખશે. વેટની રકમ ગ્રાહકના બિલમાં પહેલા ઉમેરાશે પણ તેટલી જ રકમનું ડિસ્કાઉન્ટ ગ્રાહકને પછીથી આપી દેવામાં આવશે એવી વ્યવસ્થા ગોઠવવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.

lpg-gas-cylinder

કેન્‍દ્ર સરકાર એક તરફ ગેસ સિલિન્‍ડર પર સબસીડી આપી આર્થિક બોજથી બચાવી રહી છે તો બીજી તરફ રાજ્‍ય સરકાર આર્થિક બોજ વધે તેવા પ્રયત્‍નમાં છે. આ વિરોધાભાસ હોવા છતાં રાજ્‍ય સરકાર વેટ પરની તેની ર્વાષિક રૂપિયા 900 કરોડની આવકને પહોંચી વળવા આગામી 1 નવેમ્‍બરથી ગેસ સિલિન્‍ડર પર પાંચ ટકાનો વેટ લગાવવા જઈ રહી છે.

આ મુદ્દાને આખરી ઓપ આપવા આવતા સપ્તાહે ગાંધીનગર ખાતે પુરવઠા વિભાગ અને દેશભરના એલપીજી ડિસ્‍ટ્રીબ્‍યુટર્સના પ્રતિનિધિઓ તથા ઓઈલ કંપનીઓના અધિકારીઓની બેઠક મળશે. ગેસ સિલિન્‍ડર પર પાંચ ટકા વેટ લગાવવાથી ગ્રાહકોને સમસ્‍યા નડશે નહીં. કારણ કે ગ્રાહકના બિલમાં વેટની રકમ પહેલા ઉમેરાશે પણ તેટલી જ રકમનું ગ્રાહકને ડિસ્‍કાઉન્‍ડ અપાશે. સિલિન્‍ડર પર લાગતા વેટનો બોજો ગ્રાહકો પર નહીં પડે ઓઈલ કંપનીઓ આ વેટ ભરશે.

English summary
5 percent VAT on Gas cylinders from 5 November in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X