મોદીની જાહેરસભામાં 40 લોકોના મોબાઇલ ચોરનારનું છેવટે થયું આ..

Subscribe to Oneindia News

ભરૂચ કૃષિ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં યોજયલી વડાપ્રઘાન નરેન્દ મોદીની સભામાં 40 થી વઘુ લોકોના મોબાઇલ અને પાકીટની ચોરી કરી તરખાટ મચી ગયો હતો. લોકોએ આ અંગે ફરિયાદ કરતા છેવટે પોલીસ આ પર એક્શન લેવામાં સફળ થઇ છે. ભરૂચ પોલીસે ગુલાબી ગેંગના પાંચ સાગરીતોને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રઘાનની જાહેરસભામાં મગ્ન શ્રોતાઓના મોબાઇલ તથા પાકીટની ચોરીના, એકાએક 40 ઉપરાંત બનાવો બન્યા હતા જો કે તે પૈકી પાંચ જેટલા લોકોએ ભરૂચ સી ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંઘવી હતી.આ સમગ્ર પકરણમાં પોલીસે સભા સ્થાન ઉપરથી જ મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી હતી. જેના આઘારે પોલીસે તપાસ દરમિયાન શંકર વસાવા ,હરીશ મોચી, સંતોષ અને વિક્રમ, મોસિન સિંધી આ તમામ ઘરપકડ કરી છે. સાથે જ એક બાઇક, પાંચ મોબાઇલ ફોન પાકીટ મળી કુલ રૂઃ 68,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

bharuch

ભરૂચ સી ડીવીજન પોલીસે ગુલાબી ગેંગના આ પાંચ સાગરીતોના રીમાન્ડ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર ગુલાબી ગેંગ મહત્વમ રેલ્વે સ્ટેશનો અને ટ્રેનોમાં મુસાફરોને શિકાર બનાતી. સ્નેચીંગ અને ચીલઝડપ જેથી ઘટના ઓને અંજામ આપે છે. નોંધનીય છે કે તમામ ગુલાબી ગેંગના સાગરીતો ગુનાહીત ભૂતકાળ ઘરાવે છે.

શંકરે આઇપીએલની મેચમાં ત્રણ બાઇક ચોરી

ગુલાબી ગેંગનો સાગરરીત શંકર વાસવા, 64 સાયકલ ચોરીઓમાં સંડોવાયેલો છે. ઉપરાંત મુંબઇ ખાતે ગતવર્ષે યોજાયેલ IPLની મેચોમાં તેણે ત્રણ મોટર સાયકલોની ઉડાંતરી કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ શંકર વસાવા રીઢો ગુનેગાર છે.

bharuch2

ગુલાબી ગેંગની ચાલ

આ ગેંગ રેલ્વે ટ્રેનો અને જાહેર સભામાં મોબાઇલ અને પાકીટ પર હાથ ફેરો કરતી ગુલાબી ગેંગના સાગરીતો પૈકી એક ઇસમ સભામા સામાન્ય શ્રોતાઓની સાથે બેસી જતો જ્યારે અન્ય ઇસમો ચોરી કરી મુદ્દામાલ તેને સોંપી જતા જેથી કોઉ પણ સાગરીત ઝડપાય તો ચોરીનો માલ તેની જોડેથી ના નીકળે અને તેમનો આબાદ બચાવ થાય.

English summary
5 Theft arrested who looted people in PM narendra modi Publice meeting.
Please Wait while comments are loading...