For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : કેવું છે ગુજરાતમાં મળી આવેલું ભારતનું પ્રથમ જેલી ફિશ લેક?

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 7 ઓગસ્ટ : ગુજરાત માટે ગર્વ લેવા જેવી ઉમદા વાત છે કે ગુજરાત જ માત્ર એશિયાટિક લાયનનું ઘર છે તેમ હવે સમગ્ર ભારત દેશમાં માત્ર ગુજરાતમાં જ જેલી ફિશનું તળાવ (લેક) મળી આવ્યું છે. ભારતનું પ્રથમ જેલી ફિશ લેક ગુજરાતના કચ્છમાં આવેલા અર્માબડામાં આવેલું છે.

આ દાવે દેશના જાણીતા દરિયાઈ જીવ વૈજ્ઞાનિકો કર્યો છે. ભારતના અગ્રણી વાઇલ્ડ઼ લાઇફ સાયન્ટિસ્ટ બી સી ચૌધરીએ જણાવ્યું કે આ કદાચ ભારતનું પ્રથમ જેલી ફિશ તળાવ છે, જ્યાં મોટી સંખ્યામાં જેલી ફિશ મળી આવે છે. તમે ભરતીના સમયે અહીં મોટા પ્રમાણમાં જેલી ફિશ જોઈ શકો છો.

વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની એક સંશોધક ટીમે કચ્છના અખાતમાં આવેલા અર્માબડાની ફિલ્ડ વિઝિટ દરમિયાન જેલી ફિશનું આ નિવસનતંત્ર શોધી કાઢ્યું હતું. આ નિવસન તંત્ર શોધાયા બાદ WTIના દરિયાઈ જીવશાસ્ત્રીઓ અંડર વોટર કેમેરા સહિતના અન્ય સાધનોની મદદથી તળાવની અંદરની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

ગુજરાતમાં જેલી ફિશના લેક અંગે મહત્વના અવલોકનો જાણવા સ્લાઇડર પર આગળ ક્લિક કરતા જાવ...

કેટલું મોટું તળાવ?

કેટલું મોટું તળાવ?


આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે આ જેલી ફિશ તળાવ અંદાજે 5થી 6 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં વિવિધ પ્રકારની જેલી ફિશ જોવા મળે છે.

જેલી ફિશ કેમ સપાટી પર આવે છે?

જેલી ફિશ કેમ સપાટી પર આવે છે?


અભ્યાસમાં એક અન્ય નોંધનીય બાબત એ જોવા મળી હતી કે અહીં અન્ય માછલીઓની તુલનામાં જેલી ફિશ ઉપરની બાજુએ તરતી જોવા મળે છે.

પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા

પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા


બાયોલોજીસ્ટ એસ ગૌતમે આ શોધ અંગે કહ્યું કે જેલી ફિશ તળાવમાં પાણીની સપાટી પર એટલા માટે તરી આવે છે કે તેમને અહીંથી મહત્તમ સૂર્ય પ્રકાશ મળી શકે. તેઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે.

જીવન ચક્ર માટે જરૂરી ખોરાક

જીવન ચક્ર માટે જરૂરી ખોરાક


આ તળાવની બીજી ખાસિયત છે એ છે કે આ જેલી ફિશ આખું વર્ષ અહીં જેવો મળે છે. નિષ્ણાતોના મતે તળાવમાં મોટી સંખ્યામાં જેલી ફિશ હોવાનું એક કારણ એ પણ હોઈ શકે કે અહીં તેમને ખોરાક માટે મોટા પ્રમાણમાં શિકાર મળી રહેતો હોય.

ગુજરાતમાં અન્ય ક્યાં જોવા મળે છે જેલી ફિશ

ગુજરાતમાં અન્ય ક્યાં જોવા મળે છે જેલી ફિશ


ભારતના દરિયા કિનારે બહું ઓછી સંખ્યામાં જેલી ફિશ જોવા મળતી હોય છે. જોકે ગુજરાતમાં તે તીથલ, માંડવી સહિતના દરિયા કિનારે અનેકવારે જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં સૌથી વધુ જેલી ફિશ પલાઉના ઇલ મલ્ક આયર્લેન્ડમાં જોવા મળે છે.

English summary
5 things to know about India's first jellyfish lake discovered in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X