For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં યોજાનારા પ્રવાસી ભારતીય દિવસ 2015માં 5000 NRI ભાગ લેવાની શક્યતા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 સપ્ટેમ્બર : ગુજરાતના નાણા મંત્રી અને નોન રેસિડ્ન્ટ ગુજરાતી (એનઆરજી) બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગાંધીનગરમાં ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે બેઠક યોજી હતી. આ બેઠક 22 સપ્ટેમ્બરે યોજવામાં આવી હતી. આ બેઠક પ્રવાસી ભારતીય દિવસ 2015ના આયોજન સંદર્ભે મળેલી પ્રથમ એડવાઇઝરી કમિટીની હતી.

નોંધનીય છે કે 13મો પ્રવાસી ભારતીય દિવસ સૌપ્રથમવાર ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે યોજાવા જઇ રહ્યો છે. આ ઇવેન્ટ 7થી 9 જાન્યુઆરી, 2015 દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે.

vibrant-gujarat-summit-1

આ બેઠકને સફળ ગણાવતા સૌરભ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની થીમ નક્કી થઇ ગઇ છે. આ વખતે મહાત્મા ગાંધીના સાઉથ આફ્રિકાથી ભારત પરત આવવાને 100 વર્ષ થતા હોવાથી તેને જ થીમ રાખવામાં આવી છે. મહાત્મા ગાંધી 9 જાન્યુઆરી, 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી પરત આવ્યા હતા.

આ પ્રસંગે ગુજરાતમાં 4,000થી 5,000 એનઆરઆઇ આવશે તેવો અંદાજ બાંધવામાં આવી રહ્યો છે. આ સંખ્યાને જોતા તેમના ઉતારા સંદર્ભમાં વ્યવસ્થા યોજવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

English summary
5000 NRIs expected to attend Pravasi Bharatiya Divas 2015 to be held in Gujarat during January 7 to 9.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X