ભરુચ: જંસુબરના મગણાદ ગામે ગમખ્વાર અકસ્માત, ટ્રકની પાછળ ઈકોકાર ઘૂસી જતા 6 લોકોનાં મોત
accident in Bharuch: રાજ્યમાં દિવસને દિવસે અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ભરુચના જંબુસરના મગણાદ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. સમગ્ર અકસ્માત અંગેની મળતી માહિતી મુજબ, મોડી રાત્રે હાઈવે પર પાર્ક કરેલી ટ્રકમાં કાર ઘુસી જતા 6 લોકોના કરુણ મોત થયા છે.
અકસ્માત અંગે મળતી માહિતી મુજબ, સમગ્ર ઘટના રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. જંબુસરના પાંચ કડા ગામનો પરિવાર ભરુચ તરફ જઈ રહ્યો હતો, ત્યારે પરિવારને અકસ્માત નડ્યો હતો. ભરુચના જંબુસરના મગણાદ ગામ પાસે ઉભેલી ટ્રકની પાછળ ઈકો કાર અથડાઈ હતી. જ્યાં ઈકો કારમાં સવાર 6 લોકોના મોત થયા હતા, જ્યારે સારવાર માટે અન્યને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મેળામાંથી પરત ફરી રહ્યા હતા લોકો
કારમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાં મૃતકોમાં મહિલા 3 પુરુષ અને 2 બાળકનો સમાવેશ થાય છે. મૃતકો વેદચ, સાંભા પાંચકડા અને ટંકારી ગામના હતા અને આ બંને પરિવાર ભરુચના શુકલતીર્થ ગામે મેળા માંથી પરતફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
પતરું ચીરીને બહાર કઢાયા
અકસ્માત એટલો ગંભીર હતો કે, ઈકોકારમાં સવાર લોકોને ઈકોકારનું પતરુ ચીરીને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતાં સપનાબેન જયદેવ ગોહિલ, જયદેવ ગોવિંદભાઇ ગોહિલ કીર્તિકાબેન અર્જુનસિંહ ગોહિલ, હંસાબેન અરવિંદ જાદવ, સંધ્યાબેન અરવિંદ જાદવ,વિવેક કુમાર ગણપતનું મોત થયુ છે.
ધારાસભ્ય ઘટના સ્થળે દોડી આવ્યા
ગમખ્વાર અકસ્માતની જાણ થતા જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી ઘટના સ્થળે પહોંચ્યા હતા, ઘટનાની જાણ થતા જંબુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી શરૂ કરી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
