For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર ખાતે નવચિંતન શિબિરમાં 6 રાજયના કુલપતિ ભાગ લેશે

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 21 સપ્ટેમ્બર : ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન ગાંધીનગર દ્વારા ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં પ્રથમ વખત 'પ્રશિક્ષણાર્થી થી પ્રાચાર્ય' શ્રેણીને આવરી લઇ અને શિક્ષણ પ્રશિક્ષણ નવચિંતન શિબિરનું આયોજન કર્યું છે. આ આયોજનમાં ગુજરાતના મુખ્‍યમંત્રી નરેન્‍દ્ર મોદીના મુખ્‍ય વકતવ્‍ય તેમજ જાણીતા ભાગવત કથાકાર પુજય ભાઇ રમેશભાઇ ઓઝાની ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવ્‍યું છે. યુનિવર્સિટી ગ્રાન્‍ટસ કમિશનના વાઇસ ચેરમેન પ્રો એચ ડી દેવરાજ પણ આ પ્રસંગે ઉપસ્‍થિત રહેનાર છે. મહત્વની બાબત એ છે કે આ ચિંતન શિબિરમાં છ રાજ્યોની યુનિવર્સિટીના કુલપતિઓ પણ ઉપસ્થિત રહેશે.

રાજયના વિવિધ જીલ્લાઓમાંથી સુનિશ્ચિત કરવામાં આવેલા બી એડ્ પ્રશિક્ષાર્થીઓ અને પ્રાધ્‍યાપકો, પ્રાથમિકથી લઇ ઉચ્‍ચતર માધ્‍યમિક સુધીના નિમંત્રીત કરાયેલ શિક્ષક ભાઇ-બહેનો તેમજ રાજયના અગ્રણી શિક્ષણવિદોની ઉપસ્‍થિતિમાં ગૌરવપુર્ણ સમારોહનું આયોજન મહાત્‍મા મંદિર ખાતે કરવામાં આવ્‍યું છે. શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા અને પ્રો વસુબેન ત્રિવેદી પણ સમારોહમાં ઉપસ્‍થિત રહેશે છે.

gujarat

ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચર એજયુકેશનના પ્રથમ કુલપતિ ડો કમલેશ જોશીપુરાએ જણાવ્‍યું હતું કે દેશમાં શિક્ષણ પ્રશિક્ષણના સંદર્ભમાં વ્‍યાપક સ્‍તરે સુધારણા માટેનો વિચાર શરૂ કરવામાં આવ્‍યો છે. ગુજરાતે આ દિશામાં ઘણા સમયથી પહેલ કરી છે. ઇન્‍ડિયન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન યુનિવર્સિટીના વર્તમાન વ્‍યાપ અને વિસ્‍તારમાં વધારો કરવા અર્થે પણ યુનિવર્સિટી કક્ષાએથી યોજના બનાવી આગોતરૂ આયોજન કરવામાં આવ્‍યુ છે.

રાજયમાં શિક્ષણ-પ્રશિક્ષણ ક્ષેત્રે નવચેતનાના નુતન અભિગમ સાથે પ્રશિક્ષણાર્થી (તાલીમાર્થી)થી લઇ પ્રાચાર્ય સુધી પ્રાથમિક, માધ્‍યમિક, ઉચ્‍ચતર માધ્‍યમિક, કોલેજ સહિતના તમામ પ્રશિક્ષણના આયામોને આવરી લઇ તેઓના શૈક્ષણિક સશકિતકરણ હેતુ રાષ્‍ટ્રીય પરીપ્રેક્ષ્યમાં અભિનવ દિશા સૂચવતો ઐતિહાસિક કાર્યક્રમ 'શિક્ષણ પ્રશિક્ષણઃ નવચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

કાર્યક્રમમાં રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ, દિલ્‍હી, મહારાષ્‍ટ્ર, આંધ્રપ્રદેશ, તામીલનાડુ સહિત છથી વધુ રાજ્‍યોના કુલપતિઓ, અગ્રણી શિક્ષણવિદો પણ ખાસ ઉપસ્‍થિત રહેનાર છે. મુખ્‍ય સમારોહ પૂર્ણ થયા પછી 12મી પંચવર્ષીય યોજના માટે યુજીસી એ તૈયાર કરેલ માર્ગદર્શક રેખા અંગે યુનિવર્સિટી ગ્રાન્‍ટસ કમિશનના વાઈસ ચેરમેન પ્રો એચ ડી દેવરાજ સાથે કુલપતિઓ તેમજ અગ્રણી શિક્ષણવિદો ચર્ચા વિચારણા કરશે.

English summary
6 state's chancellor will take part in conference at Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X