For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડમાં રિલાયન્સ ફાઉન્ડેશન-રોટરી ક્લબ દ્વારા ૭૪૦ દર્દીઓને નિ:શુલ્ક સારવાર અપાઈ!

વલસાડ જીલ્લામાં ભારે વરસાદના કારણે શહેર અને નજીકના ગ્રામ્ય નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

વલસાડ જીલ્લામાં ભારે વરસાદના કારણે શહેર અને નજીકના ગ્રામ્ય નીચાણવાળા વિસ્તારોમાં પુરના પાણી ફરી વળતાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ વિસ્તારના લોકોમાં રોગચાળો ના ફેલાય તે હેતુથી જિલ્લા આરોગ્ય વિભાગ-વલસાડ, રિલાયન્સ ફાઉન્ડેશન અને રોટરી ક્લબ ઓફ વલસાડના સંયુક્ત ઉપક્રમે વલસાડ શહેરના મોગરાવાડી, વલસાડ પારડી, અબ્રામા, ભાગડાખુર્દ ગામમાં તેમજ ધરમપુર તાલુકામાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મરઘમાળ ગામમાં સતત પાંચ દિવસ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

Valsad

મેડિકલ કેમ્પ અંતર્ગત અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોગરાવાડી અને અબ્રામા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર - ભદેલી, નાની ઢોલ ડુંગરીના જુદા જુદા ડોક્ટર અને આરોગ્ય ટીમ સાથે સાથે વલસાડ શહેરના રોટરી કલબ સાથે સંકળાયેલા જુદા જુદા નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી.

આ મેડિકલ કેમ્પમાં ૭૪૦ દર્દીઓની વિનામુલ્યે સારવાર કરી રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા વિના મૂલ્યે દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન થતા ચામડી જન્ય રોગો, વાઇરલ ઇન્ફેક્શન, શરદી, ખાંસી અને તાવના દર્દીઓ તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેસરના દર્દીઓ સહિત સગર્ભા મહિલાઓએ નિ:શુલ્ક સારવાર મેળવી હતી. આ સતત પાંચ દિવસ કાર્યરત રહેલા આ ફ્રી મેડિકલ કેમ્પને જિલ્લા આરોગ્ય વિભાગ-વલસાડની ટીમ, રોટરી ક્લબના પ્રમુખ તેમજ સ્વયંસેવકોની ટીમ અને રિલાયન્સ ફાઉન્ડેશનની ટીમ અથાગ મહેનત કરી લોકસેવાના આ કાર્યને સફળ બનાવ્યો હતો.

English summary
740 patients treated free of cost by Reliance Foundation-Rotary Club in Valsad!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X