For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ૭૦૦૬ના લક્ષ્યાંક સામે ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૦૦૬ આરોગ્ય અને સુખાકારી કેન્દ્

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવામાં ગુજરાતે વધુ એક મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ગુજરાત સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૭૦૦૬ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ગુજરાત સરકારે આ લક્ષ્યાંક કરતાં વધુ ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો સ્થાપીને ૧૦૭% સિદ્ધિ મેળવી છે.

MODI

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લોકોને ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ, નવજાત અને બાળ આરોગ્ય સંભાળ સેવાઓ, નાના બાળકો અને કિશોરો માટે આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ, ચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની ઓપીડી સારવાર વ્યવસ્થાપન, બિન-ચેપી રોગોનું નિદાન, સામાન્ય આંખના રોગોની સારવાર અને કાન, નાક અને ગળાની સમસ્યાઓ, કટોકટીની તબીબી સેવાઓ અને માનસિક બીમારીનું નિદાન અને સામાન્ય વ્યવસ્થાપન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોમાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે, રાજ્ય સરકારે કમ્યુનિટી હેલ્થ ઓફિસરની જગ્યા ઉભી કરી છે. આ અધિકારીઓ નિયમિતપણે આ કેન્દ્રોમાં હાજરી આપે છે અને જટિલ કેસોમાં વરિષ્ઠ તબીબી અધિકારીઓ સાથે ટેલીકન્સલ્ટેશન દ્વારા સારવાર અંગે માર્દર્શન લઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં ગુજરાત સરકારે રાજ્યના પેટા આરોગ્ય કેન્દ્રોમાં ૬૨૧૫ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સની નિમણૂક કરી છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો દ્વારા લાભ મેળવતા લાભાર્થીઓની સ્થિતિ

  • અત્યાર સુધી આ કેન્દ્રોના માધ્યમથી ૭,૮૩,૦૬,૮૭૬ લાભાર્થીઓએ ઓપીડીનો લાભ લીધો છે.
  • તેમાં ૭,૧૮,૬૫,૭૧૨ લાભાર્થીઓને આ સેન્ટર્સમાં દવાની સુવિધા પૂરી પડાઈ.
  • ૩,૮૦,૦૩,૯૨૬ લાભાર્થીઓને નિદાન સેવાઓનો લાભ લીધો
  • ૩૫,૫૭,૨૪૬ લાભાર્થીઓએ આ કેન્દ્રોમાં યોજાયેલા વેલનેસ સત્રોનો લાભ લીધો છે.

શું છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય ગામના તમામ લોકોને આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો તેમજ ગંભીર રોગોના દર્દીઓની ઓળખ કરવાનો છે. આ યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની મહત્વાકાંક્ષી યોજના આયુષ્માન ભારત હેઠળ શરૂ કરવામાં આવી રહી છે. આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં સીએચઓ (કમ્યુનિટી હેલ્થ ઓફિસર), સ્ત્રી અને પુરૂષ આરોગ્ય કાર્યકરો અને આશા કાર્યકરોનો સ્ટાફ તૈનાત રહે છે, જેઓ સ્થાનિક સ્તરે બિન-ચેપી રોગો પર ઓપીડી અને વરિષ્ઠ ડોકટરો સાથે ટેલીકન્સલ્ટેશનમાં કામ કરે છે.

આરોગ્ય અને સુખાકારી કેન્દ્રમાં થતી કેટલીક અન્ય પ્રવૃત્તિઓ

  • આયુર્વેદ, યોગ અને એલોપેથીના એકીકરણના ઉદ્દેશથી આ કેન્દ્રોમાં આરોગ્ય સંકલન નામનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
  • તેના માટે અત્યાર સુધીમાં ૧૫૦૦ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સને ૨૧ દિવસની તાલીમ આપવામાં આવી છે. ઉપરાંત, તેના માટે માટે રાજ્યભરમાં કુલ ૯ આયુર્વેદિક કોલેજોની પણ ઓળખ કરવામાં આવી છે.
  • અત્યાર સુધીમાં ૫૨૯ સહભાગીઓને યોગ ફેસ્ટિવલ અને ઈટ રાઈટ અભિયાન હેઠળ તાલીમ આપવામાં આવી છે
  • અત્યાર સુધીમાં ૯૪ અધિકારીઓને ઇન્ડક્શન ટ્રેનિંગ હેઠળ તાલીમ આપવામાં આવી છે, જેઓ માસ્ટર ટ્રેનર્સ તરીકે ઓળખાશે.
  • આ માસ્ટર ટ્રેનર્સે અત્યાર સુધીમાં જિલ્લા સ્તરે ૪૦૩૦ કમ્યુનિટી હેલ્થ ઓફિસર્સને ઇન્ડક્શન તાલીમ આપી છે.

ગુજરાત સરકારે મોડેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપવાની યોજના બનાવી છે. આ કેન્દ્રોમાં સંગીત, મ્યુઝિક થેરાપી, આયુર્વેદિક/હર્બલ ગાર્ડન, આરોગ્ય સંકલન, ફિઝિયોથેરાપી, વ્યાયામ માટે ઓપન જીમ, વૉકિંગ ટ્રેક અને પ્લે એરિયા સાથે આધુનિક સુવિધાઓ સાથે લાફિંગ ક્લબ અને યોગ સેન્ટર જેવી સુવિધાઓ હશે.

English summary
7 health and wellness centers were started in Gujarat against the target of 2006
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X