
ગુજરાતના મુંદ્રા બંદરેથી 3 હજાર કિલો હેરોઈન જપ્ત થયા બાદ 3 દેશોના 8 લોકોની ધરપકડ, 7 શહેરોમાં સર્ચ
કચ્છઃ ગુજરાતમાં કચ્છના મુંદ્રા બંદરે થોડા દિવસ પહેલા જપ્ત કરવામાં આવેલી 3 હજાર કિલો હેરોઈનના કેસની તપાસ તેમજ આરોપીઓની ધરપકડ ચાલુ છે. આ કેસમાં ભારત, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાન સુધીના લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. વાસ્તવમાં, આંધ્રના કન્ટેનર્સમાં સમુદ્રના રસ્તો ભારે માત્રામાં હેરોઈનને અફઘાનિસ્તાનથી ઈમ્પોર્ટ કરીને ગુજરાત લાવવામાં આવ્યા હતા. તસ્કરો તેને અફઘાનિસ્તાનના કંધારમાં સ્થિત એક ફર્મમાંથી લાવ્યા અને ટેલકમ પાવડર ગણાવીને ભારતીય સીમામાં દાખલ થયા. ડીઆરઆઈ, કસ્ટમ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય એજન્સીઓના જણાવ્યા મુજબ જ્યાંથી હજારો કિલો હેરોઈન લાવવામાં આવ્યુ એ અફઘાનિસ્તાન ફર્મની ઓળખ હસન હુસેન લિમિટેડ તરીકે કરવામાં આવી છે. આ પ્રકરણમાં કોણ-કોણ શામેલ છે તે તપાસ હજુ ચાલી રહી છે.

તપાસમાં દિલ્લીથી મળી હેરોઈન
મુંદ્રા પોર્ટ હેરોઈન પ્રકરણની તપાસમાં દિલ્લીથી પણ 16 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવી છે. આ અંગે ગાંધીધામ, અમદાવાદ, દિલ્લી, નોઈડા, ચેન્નઈ, વિજયવાડા અને કોઈમ્બતૂરમાં તપાસ કરવામાં આવી રહી છે. વળી, મુંદ્રા પોર્ટથી 13 સપ્ટેમ્બરે હેરોઈનની ખેપ લઈને પહોંચેલા બે કન્ટેનર પકડાયા બાદ અત્યાર સુધી ત્રણ દેશોના કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ છે. જેમાં 4 અફઘાનિસ્તાની, 1 ઉઝબેકિસ્તાની અને ત્રણ ભારતીય છે. ડીઆરઆઈની ગાંધીધામ યુનિટે જણાવ્યુ કે ગુજરાતમાં આ અત્યાર સુધીની સૌથી મોટી હેરોઈન ખેપ જપ્ત કરવામાં આવી છે. આની કિંમત 21 હજાર કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. આ કેસમાં હવે દેશનુ ઈડી પણ તપાસ કરશે. ઈડી તરફથી આ વિશે કાલે સૂચના આપવામાં આવી છે. ઈડીના અધિકારીઓએ કહ્યુ કે ભારે માત્રામાં હેરોઈન જપ્ત થવા પર ઈડી મની લૉંડ્રિંગ ઈન્વેસ્ટીગેશન કરી રહ્યુ છે.

આ રીતે લાવ્યા હતા અફઘાનિસ્તાનથી હજારો કિલો ડ્રગ્ઝ
તમને જણાવી દઈએ કે કચ્છના મુંદ્રા પોર્ટ પર હેરોઈનની ખેપ ગઈ 13 સપ્ટેમ્બરના રોજ પકડવામાં આવી હતી. ત્યારે પકડાયેલા લોકોની પૂછપરછ બાદ સામે આવ્યુ હતુ કે ઉક્ત કન્ટેનરોને આંધ્ર પ્રદેશના વિજયવાડા સ્થિત આશી ટ્રેડિંગ ફર્મ દ્વારા અફઘાનિસ્તાનથી અદાણીના મુંદ્રા પોર્ટ પર આયાત કરવામાં આવ્યા હતા. કોઈને શંકા ન જાય તે માટે તસ્કરોએ હેરોઈનને ટેલકમ પાવડર ગણાવીને ભારતીય જળ સીમામાં દાખલ થયા હતા.

આ તરફ, સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ હતુ
આ તરફ, ઈન્ડિયન કૉસ્ટગાર્ડ, ડીઆરઆઈ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટની એક ગુપ્ત સૂચનાના આધારે સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ હતુ. એ દરમિયાન અધિકારીઓએ જણાવ્યુ કે મુંદ્રા પોર્ટ પર પહોંચેલા કન્ટેનર્સને રોકીને તપાસ કરી તો ટેલકમ પાવડરની આડમાં કરોડોની ડ્રગ્ઝ જપ્ત થઈ. આ સાથે જ બે લોકોની ધરપકડ કરવામાં આવી. તેમણે કહ્યુ કે જે નિકાસ ફર્મથી આટલી હેરોઈન લાવવામાં આવી તેની ઓળખ અફઘાનિસ્તાનના કંધારમાં સ્થિત હસન હુસેન લિમિટેડ તરીકે કરવામાં આવી છે.