For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલો ડોઝ લેનાર 81 ટકા લોકોએ બીજા ડોઝના શિડ્યુલનુ પાલન કર્યુ

પહેલો ડોઝ મેળવનારામાંથી લગભગ 81 ટકા લોકોએ શિડ્યુલનુ પાલન કર્યુ છે અને બીજો ડોઝ મેળવી લીધો છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ છેલ્લા 50 દિવસોમાં કોવિડ વેક્સીનનો પહેલો ડોઝ લીધેલ વ્યક્તિઓની સંખ્યા 90 ટકાથી 94 ટકા થઈ ગઈ છે જે 4 ટકાનો વધારો દર્શાવે છે. તેની સરખામણીમાં બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા 48 ટકામાંથી 76 ટકા થઈ છે જે 28 ટકાનો વધારો દર્શાવે છે. કુલ મળીને રાજ્ય પ્રશાસન દ્વારા પ્રશાસિત પ્રત્યેક પહેલા શૉટ માટે રાજ્યએ સમય દરમિયાન સાત બીજા ડોઝ આપ્યા. રાજ્યના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, 'પહેલો ડોઝ મેળવનારામાંથી લગભગ 81 ટકા લોકોએ શિડ્યુલનુ પાલન કર્યુ છે અને બીજો ડોઝ મેળવી લીધો છે.

vaccine

રાજ્યમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલુ છે. અમુક વિસ્તારોમાં ડોર-ટુ-ડોર વેક્સીનેશન ચાલી રહ્યુ છે. જેમને બીજો ડોઝ બાકી છે તે ફોન પણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લાવાર સ્ટેટસ મુજબ બોટાદમાં 5.62 લાખની વસ્તીમાં સૌથી ઓછો પહેલો ડોઝ 69 ટકા ત્યારબાદ પાટણ 74 ટકા અને અમરેલી 75 ટકા - આ ત્રણેય રાજ્યની સરેરાશના 20 ટકા છે. એ જ રીતે બીજા ડોઝમાં ડાંગ 46 ટકા અને બોટાદ 60 સાથે રાજ્યની સરેરાશના 20 ટકા ઓછો છે.

શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં પહેલો ડોઝ 99 ટકા સુધી પહોંચી ગયો છે. તે જ રીતે ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, રાજકોટ, સુરત અને વડોદરામાં 100 ટકા પહેલો ડોઝ કવર કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં બીજા ડોઝનુ સૌથી વધુ કવરેજ 88 ટકા અને અમદાવાદમાં સૌથી ઓછુ 66 ટકા કવરેજ છે. બાકીના અન્ય શહેરોમાં 75 ટકાથી 85 ટકા કવરેજ છે.

English summary
81 percent of those taking the first dose adhered to the second dose schedule
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X