For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેવા સેતુનાં 7 માં તબક્કામાં 838 કાર્યક્રમો યોજાયા, 16 લાખ લોકોએ લાભ લીધો!

ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ અને સામાન્ય લોકોને ઘર આંગણે જ વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિગમ સાથે સેવા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ અને સામાન્ય લોકોને ઘર આંગણે જ વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિગમ સાથે સેવા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ રર ઓકટોબરથી થયો છે અને આગામી પ જાન્યુઆરી સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ર૧પ૩ અને શહેરી ક્ષેત્રોમાં ૩પ૪ મળી કુલ રપ૦૭ સેવા સેતુ યોજવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

seva setu

સેવા સેતુના આ સાતમા તબક્કામાં ૧૪ નવેમ્બર સુધીમાં ગ્રામીણ વિસ્તારોના ૭૫૦ અને શહેરી ક્ષેત્રોમાં ૮૮ મળી ૮૩૮ સેવા સેતુના માધ્યમથી ૧૬,૦૦,૬૧૯ લોકો-નાગરિકોને ઘર આંગણે વિવિધ સેવા-યોજનાઓનો લાભ પહોચાડવાની સિદ્ધિ જિલ્લા-તાલુકા વહીવટી તંત્રોએ મેળવી છે.

રાજ્ય સરકારે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સાતમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના ઉત્પાદનના પ્રદર્શનો યોજવાની પરંપરા ઊભી કરી છે. એટલું જ નહિ અન્ય એક નવી બાબત અંતર્ગત શહેરી વિસ્તારોમાં યોજાતા આવા સેવા સેતુમાં મફત કાનૂની સહાય માટેની સેવાઓનો લાભ પણ નાગરિકો-અરજદારોને આપીને અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવે છે. સરકાર દ્વારા સેવા સેતુના સાતમા તબક્કાના જનહિત અભિગમમાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે ૯ થી સાંજે પ વાગ્યા સુધી સેવા સેતુના આયોજન માટે તંત્રને સૂચના આવી છે. આ સેવા સેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા ૧૩ વિભાગોની પ૬ જેટલી સેવાઓ પણ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવે છે.

આ ઉપરાંત રર ઓક્ટોબરથી ૧૩ નવેમ્બર સુધીના સેવા સેતુમાં ૬૦૭૫ ગામો તથા નગરપાલિકા વિસ્તારના અને મહાનગરપાલિકાના ૬૦૦ વોર્ડ આવરી લેવાયા છે. રાજ્યના નાગરિકો-પ્રજાજનોની ગ્રામ્ય કક્ષાએ ૧૪ લાખ પ૪ હજાર ૯૬ર રજૂઆતો તથા શહેરી વિસ્તારોની ૧,૪પ,૮૯૦ મળી કુલ ૧૬ લાખ ૮પર રજૂઆતોમાંથી સેવા સેતુ કાર્યક્રમમાં જ ૧૬ લાખ ૬૮૫ રજૂઆતોનો હકારાત્મક ઉકેલ લાવી દેવાયો છે.
ગ્રામ્ય વિસ્તારોની ૯૯.૯૯ ટકા તથા શહેરી વિસ્તારોની ૯૯.૯૭ અને મહાનગરોની ૧૦૦ ટકા રજૂઆતોના ઉકેલ સાથે સેવા સેતુના સાતમા ચરણમાં અત્યાર સુધી ૯૯.૯૮ ટકા હકારાત્મક ઉકેલ લવાયો છે.

English summary
838 programs were held in the seventh phase of Seva Setu, 16 lakh people benefited!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X