નર્મદાનું 90% કામ કોંગ્રેસની સરકારમાં થયું :શક્તિસિંહ ગોહિલ

Subscribe to Oneindia News

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસ અને ભાજપ એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવાની એક પણ તક જતી કરતા નથી . ગુજરાત કોંગ્રેસે આ વખતે ભાજપની સરકાર દ્વારા કાઢવામાં આવી રહેલી નર્મદા યાત્રાને ટાર્ગેટ બનાવી હતી. જે અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ નર્મદા યાત્રા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, નર્મદા માત્ર ગુજરાતની જનતાની જીવાદોરી નથી પણ માતા છે. ભારતની 5 મોટી નદીઓમાંની એક નર્મદા નદી. ગુજરાતને દુષ્કાળમાંથી બચાવ અને ગુજરાતને હરિયાળું બનાવ માટે નર્મદા નદી ઉપર ડેમ બાંધવાનું સપનું સરદાર પટેલે જોયું હતું. આ ઉપરાંત શક્તિસિંહ ગોહિલે નર્મદા મુદ્દે બોલતા કહ્યું હતું કે, મુખ્ય નહેરનું 90 ટકા કામ કોંગ્રેસના શાસનમાં થયું છે. કોંગ્રેસને નર્મદાને આગળ વધારવા માટે 7 વર્ષનો સમય મળ્યો હતો, જયારે ભાજપને 22 વર્ષનો સમય મળ્યા હતો.

congress

ઉલ્લેખનીય છે કે, ભાજપે યુવાનો માટે ટેબ્લેટની યોજના અમલમાં મૂકી છે. તો કોંગ્રેસ તેને પુરી ટક્કર આપવા માટે યુવાનોને સ્માર્ટ ફોન આપવાની જાહેરાત કરી હતી.અને સાથે યુવાનોને રોજગારી ભથ્થુ આપવાની પણ વાત કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુવાનો માટે યુવા ટાઉન હોલ કાર્યક્રમ કરીને યુવાનોને વિશ્વાસમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપ અને કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે.

English summary
90 Percent work of Narmada happened in Congress government: Shaktisinh Gohil
Please Wait while comments are loading...