• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદમાં 967 શાળાઓએ સરકાર પાસેથી ફીમાં વધારો કરવાની મંજૂરી માંગી

|

ગુજરાતમાં અમદાવાદમાં શિક્ષણ ખર્ચાળ બનશે, કારણ કે શાળા સંચાલકોએ ફી વધારવા માટે સરકાર પાસેથી મંજૂરી માંગી છે. જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે માતાપિતા અને વિદ્યાર્થીઓને ફી વધારાનો સામનો કરવો પડી શકે છે. જો સરકાર ફી મંજૂર કરશે, તો 10% સુધીના વધારાના બોજનો સામનો કરવો પડશે.

Ahmedabad

નવા શૈક્ષણિક સત્ર માટે, શિક્ષણ વિભાગે શાળાઓની ફી મંજૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ફી સમિતિએ શાળાના સંચાલકો પાસેથી એફિડેવિટ મંગાવ્યું હતું. અમદાવાદ શહેરની 967 શાળાઓના સંચાલકોએ સમિતિ સમક્ષ એફિડેવિટ રજૂ કરી દીધું છે. જયારે ચાર શાળાઓએ ફી સમિતિને પ્રસ્તાવ આપ્યો છે.

મોટાભાગની શાળાઓ, જેમણે સમિતિ સમક્ષ એફિડેવિટ રજૂ કર્યું છે. તેમણે ફીમાં 10% નો વધારો કરવાની માંગ કરી છે. ટૂંક સમયમાં ફી સમિતિ મંજૂરી આપશે. તે પછી, શાળાઓના સંચાલકો શિક્ષણ ફીમાં વધારો કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શાળાની ફીમાં મહત્તમ 10% વધારવાનો અધિકાર છે.

અમદાવાદમાં જાહેર સ્થળોએ થૂકવા પર સામાન્ય જનતાને 100, વેપારીઓને 2000 રૂપિયાનો દંડ

રાજ્ય સરકારે પ્રાઇવેટ સ્કૂલો દ્વારા લેવામાં આવતી ફી પર લગામ લગાવવામાં માટે ફી નિયમન બિલ પસાર કર્યા પછી શુલ્ક સંરચના સ્થાપવાનો નિર્ણય લીધો હતો. સરકારે ખાનગી પ્રાઇમરી સ્કુલની ફી 15 હજાર, માધ્યમિક સ્કૂલ માટે ફી 25 હજાર અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની ફી 30 હજાર રૂપિયા નક્કી કરી હતી. જો કોઈ સંચાલક વધુ ફી લેવા માંગે છે તો તેમને ફી સમિતિમાં આવવું પડશે. જો સમિતિમાં આવતા પહેલા ફીમાં વધારો કર્યો તો સરકાર કાયદા હેઠળ સંચાલક સામે પગલાં લઈ શકે છે.

નવા શિક્ષણ સત્ર પહેલા, સરકાર દ્વારા સ્કૂલને પરિપત્રિત કરવામાં આવી છે અને તેમની ફી પર એફિડેવિટને જમા કરવાની વિનંતી કરી છે. અમદાવાદની ચાર શાળાઓએ ગયા વર્ષે ફી મંજૂર કરી હતી, પરંતુ તે વહીવટકર્તાઓએ ફરીથી ફીમાં વધારો કરવાની માંગ કરી હતી. સમિતિ સમક્ષ ચાર શાળાઓની દરખાસ્તો આવી છે. ફી સમિતિ હવે અમદાવાદની શાળાઓ દ્વારા આપવામાં આવેલા એફિડેવિટની તપાસ કરશે અને શાળાને ફી વધારવાની મંજૂરી આપશે. શાળાના સંચાલકોએ અસામાન્ય ફીમાં વધારો કરવાની માંગ કરી છે તે માટે હીયરીંગ રાખવામાં આવશે. જો જરૂરી હશે, તો સમિતિ ફીમાં વધારાની માંગો સ્વીકારશે અન્યથા ઇનકાર કરશે.

પ્રદૂષણ ફેલાવવામાં અમદાવાદીઓ માહેર, દરરોજ ઠાલવે છે હજારો ટન કચરો

English summary
967 schools in Ahmedabad wants approval for fee hike

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more