For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં જાહેર સ્થળોએ થૂકવા પર સામાન્ય જનતાને 100, વેપારીઓને 2000 રૂપિયાનો દંડ

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સાર્વજનિક સ્થળો પર પાન ગુટખા ખઈને થૂકનારા પર લગામ કસવા માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં સાર્વજનિક સ્થળો પર પાન ગુટખા ખઈને થૂકનારા પર લગામ કસવા માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. કોઈ સામાન્ય નાગરિક જો થૂકતો જોવા મળે તો તેને 100 રૂપિયાનો દંડ ભરવામાં આવશે. જ્યારે ગંદકી કરનારા પાન મસાલાની દુકાનોન વેપારીઓને 2000 રૂપિયા સુધીનો દંડ આપવો પડી શકે છે. પ્રશાસને શહેરને સ્વચ્છ રાખવાની કવાયત હેઠળ આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ કેરળમાં હતી શ્રીલંકા જેવા આત્મઘાતી હુમલાને અંજામ આપવાની તૈયારીઆ પણ વાંચોઃ કેરળમાં હતી શ્રીલંકા જેવા આત્મઘાતી હુમલાને અંજામ આપવાની તૈયારી

મુંબઈ બાદ અમદાવાદમાં લાગુ થયો આ નિયમ

મુંબઈ બાદ અમદાવાદમાં લાગુ થયો આ નિયમ

તમને જણાવી દઈએ કે ગુજરાતના સૌરાષ્ટ્ર બાદ અમદાવાદમાં સૌથી વધુ પાન મસાલા ખાવાની ફરિયાદ મળે છે. તમાકુના નશાની આદતાળા લોકો પાન મસાલા ખઈને સાર્વજનિત સ્થળો પર તેમજ રસ્તાઓ પર થૂકે છે. આનાથી માત્ર રસ્તા ગંદા નથી થતા પરંતુ ઘણા લોકો સાર્વજનિક ભવનો કે ખાનગી ભવનોને પણ ગંદા કરે છે. અમદાવાદમાં એ પણ જોવામાં આવ્યુ છે કે વાહન ચાલક પાન અને મસાલા ખઈને રોડને ગંદા કરે છે. ક્યારેક ક્યારેક તો રસ્તા પર પગે ચાલીને જતા લોકો પણ આના નિશાન બની જાય છે. હવે નગર નિગમે આવી ફરિયાદો પર કડકાઈ શરૂ કરી દીધી છે. 100થી 2000 રૂપિયા સુધીના દંડની આ જોગવાઈ મહારાષ્ટ્રના મુંબઈ બાદ ગુજરાતમાં લાગુ કરવામાં આવી છે.

વાહનચાલકો પાસેથી ઈ-મેમો દ્વારા દંડ લેવાય છે

વાહનચાલકો પાસેથી ઈ-મેમો દ્વારા દંડ લેવાય છે

અમદાવાદ જેવા મુખ્ય શહેરોમાં વાહન વ્યવહાર નિયંત્રણ માટે શહેરની પોલિસ સક્રિય છે. જો વાહન ચાલક વાહન વ્યવહારના નિયમોનું પાલન ન કરે તો તેમને દંડિત કરવામાં આવે છે. તેમને ઈ મેમોના માધ્યમથી દંડ આપવો પડે છે પરંતુ હવે અમદાવાદ નગર નિગમ ઈ મેમોના માધ્યમથી સાર્વજનિક સ્થળો કે રસ્તા પર થૂકવા માટે દંડ વસૂલ કરશે.

સીસીટીવી દ્વારા પકડશે આવા લોકોને

સીસીટીવી દ્વારા પકડશે આવા લોકોને

નગર નિગમ પાસે એટલા વધુ કર્મચારીઓ નથી જે સાર્વજનિક સ્થળો અને રસ્તા પર નશો કરતા લોકોની ઓળખ કરી શકે એટલા માટે નગર નિગમના અધિકારીઓની સીસીટીવી પર નજર છે અને ઈ મેમો એ લોકોને આપવામાં આવશે જે સાર્વજનિક સ્થળો પર થૂકી રહ્યા છે. વ્યક્તિને ગંદકી ફેલાવવાના ગુના માટે 100 રૂપિયાનો દંડ આપવો પડશે. અમદાવાદ નગર નિગમે ઈ મેમો આપવો શરૂ કરી દીધો છે, પહેલો મેમો નરોડાના એક નશેડીને આપવામાં આવે છે. તેને 100 રૂપિયા જમા કરવા પડશે. આમ ન કરવા પર દંડની રકમ વધારવામાં આવશે અને બીજો મેમો આપવામાં આવશ. નિગમે પાન મસાલાના નાના વેપારી માટે 2000 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

English summary
100 to 2000 rupees fine for spitting in public places in Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X