હળવદના ગ્રામ્ય પંથકની યુવતીનો અશ્લિલ વીડિયો વાયરલ કરનારા સામે ફરીયાદ નોંધાઈ
હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકની એક યુવતીનો વીડિયો વાયરલ થયા બાદ ઈન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ કરનારા શખ્સો સામે પોલીસે ફરીયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
સામે આવી રહેલા અહેવાલો અનુસાર, હળવદ તાલુકાના રણજીતગઢ ગામના બે નરાધમોએ એક પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવીને તેનો અશ્લિલ વીડિયો રેકોર્ડ કરીને વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.

હવે પોલીસે આ આરોપીઓ સામે ફરીયાદ દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. આ આરોપીઓએ મહિલાને ફોસલાવીને વીડિયો રેકોર્ડ કર્યો હતો. રણજીતગઢ ગામના આરોપી કિશન નામના યુવાને વિડીયો બનાવી વાયરલ કર્યો હતો.
હવે પોલીસે વીડિયો બનાવનાર કિશન તેમજ મદદ કરનાર અનિલ સામે ફરીયાદ નોંધી છે. હળવદ પોલીસ બન્ને વિરુદ્ધ ગુનો દાખલ કરી પકડવા ચક્રોગતિમાન કર્યા છે.












Click it and Unblock the Notifications
