For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના રસીકરણની માહિતી પૂરી પાડવા માટે દમણમાં બનાવવામાં આવ્યો કંટ્રોલ રૂમ

રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કોવિડ રસીકરણની માહિતી પૂરી પાડવા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કેસોમાં હવે સતત ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. દેશના અમુક રાજ્યોને બાદ કરતા દરેક રાજ્યમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે શમી રહી છે જેમાં રસીકરણે ખૂબ મહત્વની ભૂમિકા રહી છે. સમગ્ર દેશમાં હાલમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર રસીકરણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવી રહી છે અને લોકોના મનમાં રહેલા ભયને દૂર કરી રસી લેવા માટે સમજાવી રહી છે. રાજ્યના કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં કોવિડ રસીકરણની માહિતી પૂરી પાડવા માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે.

corona vaccine

જેમાં રસીકરણ વિશે મૂંઝવતા પ્રશ્નો અને તેના વિશેની સંપૂર્ણ માહિતી લોકોને પૂરી પાડવામાં આવશે. આ કંટ્રોલ રૂમ મોટી દમણ ખાતે બનાવવામાં આવ્યો છે જેમાં 15 થી 20 જેટલા કર્મચારીઓ રોજના બે હજાર લોકોને ફોન કરીને વેક્સીનના બીજા ડોઝ અંગેની માહિતી પૂરી પાડી રહ્યા છે. આ કંટ્રોલ રૂમમાંથી રસીકરણના બીજા ડોઝની તારીખ અને સેન્ટરની માહિતી પણ આપવામાં આવે છે. રસીકરણ માટે આરોગ્યને લગતી તમામ માહિતી ફોનથી ડૉક્ટર દ્વારા આપવામાં આવે છે.

કોરોના સામેની લડતમાં રસીકરણને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે સરકારનો પ્રયત્ન છે કે સંભવિત ત્રીજી લહેરના ભય વચ્ચે લોકો રસીનો બીજો ડોઝ લઈ કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવી લે. દમણ કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરથી સુરક્ષિત રહી શકે. તમને જણાવી દઈએ કે દમણમાં અત્યાર સુધી 2 લાખ જેટલા લોકોનુ રસીકરણ થઈ ચૂક્યુ છે.

English summary
A control room was set up in Daman to provide information on corona vaccination
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X