For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના પૉઝિટીવ મહિલાએ આપ્યો જોડિયા બાળકોને જન્મ, બંનેના રિપોર્ટ નેગેટીવ

ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગરમાં કોરોના વાયરસથી પીડિત એક મહિલાએ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

હિંમતનગરઃ ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના મુખ્યાલય હિંમતનગરમાં કોરોના વાયરસથી પીડિત એક મહિલાએ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. મહિલાની પ્રસૂતિ હિંમતનગરના જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી. ડૉક્ટર્સે જણાવ્યુ કે બાળકોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે જેના કારણે પરિવારજનોમાં ખુશીનો માહોલ છે.

corona

જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના સહ પ્રાધ્યાપક ડૉ.મનીષા પંચાલ અને ડૉ. કૃષ્ણા લાખાણીના જણાવ્યા મુજબ હિંમતનગરના રહેવાસી મૈત્રી ગર્ભવતી હતી. થોડા દિવસો પહેલા તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવતા ગઈ 24 સપ્ટેમ્બરે તેમને GMERS સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં એક વૉર્ડમાં કોવિડ-19 ટીમ તરફથી મૈત્રીના ગર્ભવતી હોવાના કારણે વિશેષ દેખરેખ રાખવામાં આવી. સાથે જ ગર્ભવતી શિશિઓને કોવિડ-19ની દવાઓની અસરથી કોઈ પ્રકારના નુકશાનથી બચાવવા માટે ટીમે જરૂરી ઉપચાર કર્યા.

ડૉક્ટરે જણાવ્યુ કે કોરોના દર્દીની પ્રસવ પીડા શરૂ થતા ગાયનેક વિભાગના સહાયક પ્રાધ્યાપક ડૉ. મેઘાવી પરમાર ઉપરાંત ડૉ. દર્શન શાહ, ડૉ. યોગેન પ્રજાપતિ, નર્સ જયશ્રી તેમદ હાર્દિકા પોતાના કામમાં લાગ્યા. બધાએ એ ધ્યાન રાખ્યુ કે કંઈ અનહોની ન થઈ જાય. આ રીતે નોર્મલ પ્રસૂતિ કરાવવામાં આવી પરંતુ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. ડિલીવરી થયા બાદ શિશુ રોગ વિભાગ કેન્દ્ર તરફથી બંને બાળકોને વિશેષ દેખરેખ માટે પ્રસૂતાથી અલગ કરવામાં આવ્યા.

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાાયમ સિંહ યાદવનુ 92 વર્ષની વયે નિધનસમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાાયમ સિંહ યાદવનુ 92 વર્ષની વયે નિધન

English summary
A ccorona positive woman gave birth to twins, reports of both came corona negative.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X