સુરેન્દ્રનગરમાં દુષ્કર્મ પીડિતા યુવતીએ પ્રવચન કરીને કરી ન્યાય માટે કરી માંગણી

Subscribe to Oneindia News

સામાન્ય રીતે બળાત્કારથી પીડિત યુવતી નિરાશાની ગર્તામાં ધકેલાઈ જતી હોય અને તેના પરિવારજનો પણ ખૂલીને બહાર નથી જઈ શકતા.

girl

જ્યારે ગુજરાતના સુરેન્દ્રનગરમાં પીડિતા યુવતીએ હિંમત બતાવીને જાહેરમાં પ્રવચન કરીને ન્યાયની માંગણી કરી હતી. સુરેન્દ્નગરના પાટડીમાં રાજકીય વગ ધરાવતા નેતાના પુત્રએ 19 વર્ષીય યુવતીને લગ્ન લાલચ આપી હતી ત્યારબાદ જુદા જુદા સ્થળે તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટનામાં દલિત સામજે જીજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી આયોજિત કરી હતી. જેમાં પીડિતાએ સ્ટેજ પરથી મેદનીને સંબોધન કરીને રાજકીય આગેવાન તરફથી થયેલ દુષ્કર્મની ઘટનામાં ન્યાયની માંગણી કરી હતી. તો જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે ન્યાય ન મળે તો ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

English summary
a girl seek justice after rape, surendranagar, gujarat
Please Wait while comments are loading...