વિદેશી દારૂ ભરેલ ગાડીમાં આગ, ચાલકને પકડવાની તજવીજ શરૂ

Subscribe to Oneindia News

શનિવારે બપોરે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ભરૂચમાં પાનોલી પાસેથી પસાર થઇ રહેલ એક લક્ઝુરિયસ ગાડીમાં અચાનક આગ લાગી ગઇ હતી. ગાડીમાં આગ લાગતાં ચાલક ગાડીમાંથી નીચે ઉતરી જતાં, તેનો બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં પાનોલી ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવતાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

car

પોલીસ પણ ઘટના સ્થળે હાજર હતી, આગ ઓલવાયા બાદ પોલીસે આ ગાડીની તપાસ કરતાં જે મળ્યું તે આશ્ચર્યજનક હતું. પોલીસને ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ગાડી અમદાવાદ પાસીંગની હતી અને ગાડી ચાલક પોલીસ કે ફાયર બ્રિગેડ આવે એ પહેલાં જ ફરાર થઇ ગયો હતો.

પોલીસે આ ગાડી તથા તેમાંથી મળેલ દારૂનો જથ્થો કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. ગાડી પરથી એડવોકેટ એસોસિએશનનું સ્ટિકર પણ મળી આવ્યું હતું. આ ગાડીમાંથી પોલીસને જુદી-જુદી બ્રાન્ડનો કુલ એક લાખ રૂપિયાનો વિદેશી દારૂ મળી આવ્યો છે તથા ગાડીની કિંમત રૂ. 13 લાખ આંકવામાં આવી છે. પોલીસે ફરાર ગાડી ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગાડીનો નંબર મેળવવા માટે પોલીસે એફ.એસ.એલની મદદ લીધી છે.

English summary
A liquor filled car will take fire at ahmedabad mumbai highway.
Please Wait while comments are loading...