પાલનપુર ખાતે લમ્પી વાઇરસને અટકાવવા બેઠક યોજાઇ!
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પશુધન પર કહેર વર્તાવતો લમ્પી સ્કીન ડિસીઝ વાઇરસ ફેલાઇ રહ્યો છે. પશુઓમાં આવેલ લમ્પી વાઇરસ ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં પશુધન પર કહેર વર્તાવતો લમ્પી સ્કીન ડિસીઝ વાઇરસ ફેલાઇ રહ્યો છે. પશુઓમાં આવેલ લમ્પી વાઇરસ ફેલાતો અટકાવવા માટે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે, પાલનપુર નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ હેતલબેન રાવલના અધ્યક્ષસ્થાને માલધારી સમાજના આગેવાનોએ બેઠક કરી લમ્પી સ્કીન ડીસીઝને ફેલાતો અટકાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

પશુપાલકોને નગરપાલિકા પ્રમુખ દ્વારા પશુઓની સારસંભાળ લેવા અને રખડતાં ના મુકવા બાબતે અપીલ કરવામાં આવી હતી. જો તેમના પશુધનને લમ્પી વાઇરસની અસર હોય તો તે પશુને સત્વરે સારવાર કરાવી, આ ચેપગ્રસ્ત પશુને બીજા પશુથી અલગ રાખવું અને ચરવા માટે ખુલ્લું ન છોડવું. આ રોગને અન્ય પશુમાં પ્રસરતા ચેપને અટકાવી શકાય તે અંગે કાળજી લેવા જણાવ્યું હતું. આ રોગગ્રસ્ત વિસ્તારોમાંથી પશુનું સ્થળાંતર બંધ કરવું, માખી - મચ્છર અને ઇતરડીના ઉપદ્રવને અટકાવવા માટે યોગ્ય દવાઓનો છંટકાવ કરવો. પોતાના પશુઓને ઝડપથી રસીકરણ કરવું. પશુઓમાં આ રોગના ચિહ્નો દેખાય તો ટોલ ફ્રી ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નગપાલિકા ઉપપ્રમુખ હસમુખ પઢિયાર, ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, માલધારી સમાજના આગેવાનો અને પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
