For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અંગેની સમીક્ષા બેઠકમાં હર્ષ સઘવી રહ્યા હાજર

વહીવટી તંત્રના અધિકારીઓ, ચૂંટાયેલ પદાઘિકારીઓ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યો સમન્વય થશે,તો ઘણા પ્રશ્નનો હલ થશે અને જનસુખાકારી કામોને સાચી દિશા મળશે : જિલ્લા પ્રભારી મંત્રી હર્ષ સંઘવી

|
Google Oneindia Gujarati News

જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, ચૂંટાયેલ પદાઘિકારીઓ અને પ્રજા વચ્ચે સુમેળ ભર્યો સમન્વય થશે, તો ઘણા પ્રશ્નનો હલ આવી જશે. તેમજ જનસુખાકારીના કામોને સાચી દિશા મળશે, તેવું જિલ્લા કક્ષાની યોજાયેલ સમીક્ષા બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

HARSH SANGHAVI
સરકારી કચેરીએ આવતાં અરજદારોના કામોનો ઝડપી નિકાલ આવે તે ખૂબ જરૂરી છે, તેવું કહી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી હર્ષ સંઘવીએ સરકારી કચેરીમાં ગ્રામ્ય કક્ષાએ ઓછું ભણેલા નાગરિકો પોતાના કામ અર્થે આવતા હોય છે. આવા અરજદારોને કોઇપણ પ્રકારની મુઝંવણ ન થાય તેઓને કોઇપણ કામ માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવી સુચારું વ્યવસ્થા ગોઠવાય તેવું ભારપૂર્વક જણાવ્યું હતું.

આ બેઠકમાં ગાંધીનગર(દ)ના ઘારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય જે.સી.પટેલ, દહેગામના ઘારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ અને કલોલના ઘારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેષ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ પટેલ દ્વારા વિવિઘ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. તે તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા આયોજન પ્રભાગ અંગે થયેલી કામગીરી, મેટ્રો રેલ પ્રાજેકેટ, ગીફટસીટી-યુટીલીટી ટનલ, WDFC- ( Western Dedicated Freight Corridor) , રેલ્વે ઓવરબ્રિજ, ભારતમાલા પ્રોજેક્ટ, માર્ગ- પુલના કામો, જળસંપત્તિ સંલગ્ન કામો, વાસ્મો અંતર્ગત થયેલા કામો, ડી.આર.ડી.એ.ની વિવિઘ યોજનાકીય કામોનું પ્રેઝેન્ટેશન અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. થયેલ કામગીરીની વિસ્તૃત માહિતી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ, મ્યુનિસિપલ કમિશનર શ્રી સંદિપ જે. સાગળે સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને અન્ય કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
A meeting was held in Gandhinar in the presence of Harsh Sanghvi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X