લીમખેડા ખાતે ૨૮૫ લાખના ખર્ચે જુના માઇનોર બ્રિજના સ્થાને નવો હાઈ લેવલ બ્રિજ બનશે
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વિવિધ વિકાસકાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં લીમખેડા ખાતે ૨૮૫ લાખના ખર્ચે જુના માઇનોર બ્રિજના સ્થાને નવો હાઈ લેવલ બ્રિજ બનાવામાં આવશે.

વિધાનસભા ખાતે માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, છેલ્લા ૮ વર્ષમાં રૂપિયા ૧૫૩૬. ૪૬ કરોડના ખર્ચે ૧૭૬૧ રસ્તાના કામો પૂર્ણ કરાયા છે.
લીમખેડા જુના માઇનોર બ્રિજના સ્થાને નવા હાઈલેવલ માઇનોર બ્રીજ અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીએ કહ્યું કે, લીમખેડા-ઉમરીયા-ધાનપુર-કંજેટા અપટુ બાઉન્ડ્રી સુધી નવીન બ્રીજનું નિર્માણ કરાશે આ માટે ૨૮૫ લાખની ફાળવણી કરાઈ છે.
તેમણે કહ્યું કે, રાજ્યના નાગરિકોને સુખ સુવિધા વધુને વધુ સારી રીતે પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારે તમામે તમામ જિલ્લાઓમાં રસ્તાના કામો મંજુર કરવા તથા મરામત માટે પ્રાધાન્ય આપીને સમયબધ્ધ આયોજન કર્યું છે.












Click it and Unblock the Notifications
